Wed Jul 15 2026

Logo

જેનિફર વિંગેટ લગ્ન કરવાની છે? છૂટાછેડાના 12 વર્ષ બાદ ફરી શરણાઈઓ વાગશે!

2026-07-15 19:45:30
Author: Mumbai Samachar Team
Article Image

Jennifer Winget


મુંબઈઃ ટીવી જગતની સ્ટાર એક્ટ્રેસ જેનિફર વિંગેટ વિલિયમ ઈશ્માઈલ સાથે લગ્ન કરવાની છે. આ પહેલા એક્ટ્રેસે કરણસિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા.એ પછી એની સાથે છૂટાછેડા લઈ લીધા હતા. છૂટાછેડાના 12 વર્ષ બાદ જેનિફર વિંગેટે લગ્ન અંગેનો નિર્ણય જાહેર કર્યો છે. જેનિફર પોતાના અંગત જીવનનો વધુ એક મોટો અધ્યાય શરૂ કરવા માટે જઈ રહી છે. યુકેમાં એક પ્રાયવેટ ઈવેન્ટ કરીને તે વિલિયમ ઈશ્માઈલ સાથે લગ્ન કરશે. આ એક પ્રાયવેટ ઈવેન્ટ છે, જેમાં પરિવારના સભ્યો અને કેટલાક નજીકના મિત્રો જ હશે. છેલ્લા કેટલાક સમયથી જેનિફરનું નામ વિલિયમ સાથે ચર્ચામાં હતું.બન્ને એકબીજાને ડેટિંગ કરી રહ્યા હતા. 

એકથી એક ચડિયાતી સિરિયલ કરી
પોતાની પર્સનલ લાઈફને લઈને સતત ચર્ચામાં રહેતી એક્ટ્રેસે વર્ષો સુધી વિલિયમ સાથે ડેટ કર્યા બાદ લગ્નનો નિર્ણય લીધો છે. આ પહેલા તેણે 9 એપ્રિલ 2012ના રોજ દિલ મિલ ગયેના કો-સ્ટાર કરણસિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન માત્ર બે વર્ષ જ ટક્યા હતા. એ પછી બન્ને એકબીજાથી છૂટા થઈ ગયા હતા. વર્ષ 2014માં તેઓ એકબીજાથી અલગ થઈ ગયા હતા. આ પછી જેનિફરે પોતાના કરિયર પર ફોક્સ કર્યું હતું. આ દરમિયાન જેનિફર અનેક એવા શૉમાં જોવા મળી હતી. 'કસૌટી ઝિંદગી કી','સરસ્વતિચંદ્ર','બેહદ','બેપનાહ' જેવી અનેક સિરિયરમાં તે દમદાર અભિનય કરી રહી હતી. બેહદમાં તેના માયા મલ્હોત્રાના રોલને ફેન્સ ક્યારેય ભૂલી નહીં શકે. આ સિવાય 'કોડ એમ' જેવી વેબ સિરિઝ કરીને પણ લોકોનું મનોરંજન કર્યું છે. એક વર્સેટાઈલ એક્ટ્રેસ તરીકે ટીવી જગતમાં તેણે પોતાની અલગ છાપ ઊભી કરી છે. 

પરિણિતિ ચોપરા સાથે પ્રોજેક્ટ
હવે તે ટૂંક જ સમયમાં પરિણિતિ ચોપરા સાથે 'તલાશ' નામના એક નવા ડિજિટલ પ્રોજેક્ટમાં જોવા મળશે. પણ હાલ તો ચર્ચા એના લગ્નની થઈ રહી છે. લંડનમાં લગ્ન બાદ તે ક્યાં રહેશે એ પણ હજું સ્પષ્ટ કર્યું નથી. મુંબઈ કે લંડન એ અંગે તે નિર્ણય કરીને બીજા પ્રોજેક્ટ શરૂ કરશે. તાજેતરમાં તેણે વિલિયમ સાથેનો એક ફોટો પણ શૅર કર્યો હતો. જેમાં તે ખૂબ ખુશ દેખાઈ રહી છે. હવે તે નવા પ્રોજેક્ટથી દર્શકોનું કેવું મનોરંજન કરે છે એના પર સૌની નજર રહેલી છે. બની શકે છે કે, આવનારા દિવસોમાં તે કોઈ કૉ-સ્ટાર તરીકે બોલિવૂડની કોઈ ફિલ્મમાં પણ જોવા મળી શકે છે. આ અંગે હજું તેણે કોઈ વાત કહી નથી.