Wed Jul 15 2026

Logo

નિક જોનસ કેમ બન્યા 'બોલીવુડના ગોસિપ કિંગ'? પ્રિયંકા ચોપરાના ખુલાસાએ ચાહકોને ચોંકાવ્યા

2026-07-15 18:49:24
Author: Mumbai Samachar Team
Article Image

Nick Jonas and Priyanka Chopra


મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા એસ.એસ. રાજામૌલીની ફિલ્મથી કમબેક કરી રહી છે. ફિલ્મ 'વારાણસી'માં એનો રોલ ફિક્સ થઈ ગયો છે. આ ફિલ્મનું શુટિંગ પણ ઓનફ્લોર છે. તાજેતરમાં એક ટૂંકી મુલાકાતમાં પ્રિયંકાએ પતિ નિક જોનસ અંગે દિલ ખોલીને વાત કહી હતી. પ્રિયંકાએ કહ્યું કે, નિકને ગોસિપ ખૂબ ગમે છે. બોલિવૂડની ગોસિપ અંગે જેટલી મને ખબર નથી હોતી એટલી નિકને ખબર હોય છે. નાનામાં નાની બોલિવૂડની ગોસિપથી તે વાકેફ હોય છે. માત્ર ગોસિપની વાત નથી, બોલિવૂડના ઘણા રાઝ નિક સારી રીતે જાણે છે. પોતાના પતિ અંગે વાત કરતા તેણે નિકના બોલિવૂડ પ્રત્યેના નોલેજ અંગે પણ વાત કરી હતી. 

બેસ્ટ ગોસિપ સોર્સ છે નિક
પ્રિયંકાએ જણાવ્યું કે, ક્યારેક હું જ્યારે કોઈ બોલિવૂડના સેલેબ્સની વાત કરૂ છું ત્યારે તેને કહેતી હોવ છું કે, તમારા પાર્ટનરને મારી યાદી અને પ્રેમ આપજો, પછી નિક મને ટોકતો હોય છે કે,એનું તો બ્રેકઅપ થઈ ગયું છે. પછી મને ખ્યાલ આવે છે કે, હકીકત શું છે. જ્યારે કેવિન (નિકનો ભાઈ) પૂછે છે કે, આટલી બધી તને કેવી રીતે ખબર હોય છે તો નિક કહે છે કે, તે સોશિયલ મીડિયા પર બહુ બધા ગોસિપના પેજને ફોલો કરી રહ્યો છે. એમાંથી આવી વિગત મળે છે અને અપડેટ રહે છે. પણ જ્યારે આ વાત કહી ત્યારે નિક ક્યા પેજીસને ફોલો કરે છે એના નામ સ્પષ્ટ કર્યા નહીં. નિક સ્પષ્ટ કહે છે કે, બોલિવૂડમાં સતત સેલેબ્સની વચ્ચે રિલેશનશીપના ઈક્વેશન બદલતા રહે છે. જેને લઈને જાણકારી મેળવવામાં મજા આવે છે. ઘણીવાત બોલિવૂડની મને ખબર નથી હોતી એ વાત બોલિવૂડની નિક જાણતો હોય છે. આ દરમિયાન પ્રિયંકાએ કહ્યું કે,બોલિવૂડ ગોસિપને લઈને નિક પર આંખ બંધ કરીને ભરોસો કરી શકાય છે. કારણ કે, નિકને બધી જ ખબર હોય છે.ક્યા સેલેબ્સનું શું ચાલે છે, કોની સાથે ચાલે છે અને કોણ પાયોનીયર છે. કોનું અફેર્સ છે, કોનું બ્રેકઅપ થયું છે અને કોણ ક્યાં જોવા મળ્યા એ બધી બાબત નિકને ખબર હોય છે. 

વારાણસીમાં મળ્યો મોટો રોલ
વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો પ્રિયંકાની નવી ફિલ્મ 'વારાણસી' આવી રહી છે. મહેશ બાબુ અને પૃથ્વીરાજ સાથે તે સ્ક્રિન શૅર કરશે. આ એક મોટા બજેટની ફિલ્મ છે અને પ્રિયંકાએ પણ આ માટે મોટી ફી લીધી છે. આ ફિલ્મમાં પ્રિયંકા મંદાકીનીનો રોલ પ્લે કરી રહી છે. તાજેતરમાં પ્રિયંકા વિંબલડનમાં પણ જોવા મળી હતી. આ વખતે તેનો એક રોયલ લૂક જોવા મળ્યો હતો. અહીંયાથી પ્રિયંકાએ વિડિયો કોલ કરીને નિકને સમગ્ર માહોલ પણ બતાવ્યો હતો.'વારાણસી' ફિલ્મનું શુટિંગ વારાણસી સિટીમાં ચાલી રહ્યું છે. બીજી તરફ પ્રિયંકા પાસે બીજા પણ કેટલાક બોલિવૂડના પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ અંગે તેણે કોઈ સ્પષ્ટતા કરી નથી. સૂત્રો ત્યાં સુધી કહે છે કે, આ પ્રોજેક્ટ પર કામ શરૂ થશે ત્યારે એક્ટ્રેસ એ અંગે જાણ કરી શકે છે.