Sun Oct 04 2026

Logo

Smartphone Heating Problem: સ્માર્ટફોન વારંવાર ગરમ થઈ જાય છે? ફોનમાં તાત્કાલિક બદલો આ પાંચ સેટિંગ્સ

2026-10-03 22:10:44
Author: Darshana Visaria
Smartphone Heating Problem: સ્માર્ટફોન વારંવાર ગરમ થઈ જાય છે? ફોનમાં તાત્કાલિક બદલો આ પાંચ સેટિંગ્સ

સ્માર્ટફોન યુઝર્સ માટે ડિવાઇસનું વારંવાર ગરમ થવું એ સૌથી સામાન્ય અને માથાનો દુખાવો બની ગયેલી સમસ્યા છે. ગેમિંગ, વીડિયો સ્ટ્રીમિંગ કે સામાન્ય વપરાશ દરમિયાન પણ જ્યારે ફોન અતિશય ગરમ થાય છે, ત્યારે પ્રોસેસર ધીમું પડી જાય છે, હેન્ગ થવાની સમસ્યા વધે છે અને બેટરી હેલ્થ ઝડપથી ખરાબ થવા લાગે છે.

મોટાભાગના કિસ્સાઓમાં ફોન ગરમ થવા પાછળ કોઈ હાર્ડવેર ખામી નહીં, પરંતુ ફોનમાં એક્ટિવ રહેલાં કેટલાક બિનજરૂરી બેકગ્રાઉન્ડ ફીચર્સ અને સેટિંગ્સ જવાબદાર હોય છે. જો તમારો ફોન પણ સામાન્ય ઉપયોગમાં ગરમ થઈ જતો હોય, તો ફોનમાં તાત્કાલિક આ ૫ મહત્વપૂર્ણ સેટિંગ્સમાં ફેરફાર કરવા જોઈએ-

બેકગ્રાઉન્ડ એપ રિફ્રેશ અને ઓટો-સ્ટાર્ટ બંધ કરો:
ઘણી એપ્લિકેશન્સ તમે વાપરતા ન હોવ તો પણ બેકગ્રાઉન્ડમાં સતત ઈન્ટરનેટ ડેટા અને પ્રોસેસર કન્ઝ્યુમ કરતી રહે છે. ફોનના સેટિંગ્સમાં જઈને 'Background App Refresh' અથવા 'Auto Start' મેનેજરમાંથી બિનજરૂરી સોશિયલ મીડિયા કે શોપિંગ એપ્સનું બેકગ્રાઉન્ડ એક્સેસ બંધ કરી દો. આનાથી પ્રોસેસર પરનો લોડ ઘટી જશે.

ઓટો-બ્રાઇટનેસ (Adaptive Brightness) મેનેજ કરો:
સ્ક્રીનની બ્રાઇટનેસ સતત 100 ટકા પર રહેવાથી ડિસ્પ્લે પેનલ પુષ્કળ ગરમી પેદા કરે છે, જે આખા ફોનને ગરમ કરી દે છે. ઘરમાં કે ઓફિસમાં હોવ ત્યારે બ્રાઇટનેસને મેન્યુઅલી ઓછી રાખો અથવા સેવિંગ મોડ ઓન કરો. સીધા સૂર્યપ્રકાશમાં લાંબો સમય સુધી હાઈ બ્રાઇટનેસ પર ફોન વાપરવાનું ટાળો.

GPS લોકેશન, બ્લૂટૂથ અને વાઇ-ફાઇ સ્કેનિંગ ઓફ કરો:
સામાન્ય રીતે લોકેશન ચાલુ રહેવાથી બેકગ્રાઉન્ડમાં GPS હાર્ડવેર સેટેલાઇટ સાથે સતત કનેક્શન શોધતું રહે છે. આ ઉપરાંત 'Wi-Fi & Bluetooth Scanning' ફીચર ફોનનું વાઇ-ફાઇ બંધ હોય તો પણ સતત નજીકના નેટવર્ક્સ સ્કેન કરતું રહે છે.સેટિંગ્સમાં Location > Wi-Fi and Bluetooth Scanning માં જઈને બંને ઓપ્શન્સને બંધ (Off) કરો. જરૂર ન હોય ત્યારે લોકેશન સર્વિસ ડિસેબલ રાખો.

હાઈ રિફ્રેશ રેટ (120Hz)ને ઓટો અથવા 60Hz પર સેટ કરો:
આજકાલ મોટાભાગના સ્માર્ટફોનમાં 90Hz કે 120Hz રિફ્રેશ રેટ હોય છે. સતત હાઈ રિફ્રેશ રેટ પર સ્ક્રીન ચાલવાથી GPU અને બેટરી પર બે ગણું દબાણ આવે છે, જેનાથી ફોન ઝડપથી ગરમ થાય છે. ડિસ્પ્લે સેટિંગ્સમાં જઈને 'Dynamic/Adaptive Refresh Rate' અથવા સ્ટાન્ડર્ડ 60Hz પસંદ કરો.

બેટરી ઓપ્ટિમાઇઝેશન સક્ષમ કરો:
પ્રોસેસર પોતાની સંપૂર્ણ ક્ષમતા પર સતત કામ કરતું રહે ત્યારે તાપમાન ઊંચું જાય છે. આ સમસ્યાનો ઉકેલ એવો છે કે ફોનમાં 'Battery Optimization' અથવા 'Performance Mode' તપાસો. જો ફોન હાઈ પર્ફોર્મન્સ મોડ પર હોય તો તેને સામાન્ય કે સ્માર્ટ મોડ પર સેટ કરો. ગરમીના દિવસોમાં ચાર્જિંગ કરતી વખતે ફોનનો ઉપયોગ કરવાનું ટાળો અને ભારે કવર હટાવીને ચાર્જ કરો.

વધુ જુઓ...