મુંબઈઃ પરિણીતી ચોપરા એક લાંબા બ્રેકબાદ સ્ક્રિન પર આવી છે. વેબ સિરીઝ દ્વારા તેણે કમબેક કર્યું છે. 'શક' નામની વેબસિરીઝનું ટ્રેલર લૉંચ થઈ ગયું છે. જેમા તે એક માનો રોલ પ્લે કરી રહી છે. સમગ્ર સ્ટોરી એવી છે કે, જન્મ થતા બાદ બાળકનું અપહરણ થી જાય છે અને સિરીઝમાં પરિણિતીના અભિનયના વખાણ થઈ રહ્યા છે. આ સિરીઝ બાદ પરિણિતીનું એક ઈન્વેસ્ટિગેટિવ પાત્ર સામે આવ્યું છે. ધ્રુવ ત્રિપાઠીના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ ખનન માફિયા પર આધારિત છે. ફિલ્મમાં એક રિપોર્ટરનો રોલ પ્લે કરી રહેલી પરિણીતાનો એક અલગ અંદાજ આ ફિલ્મમાં જોવા મળ્યો છે.
લાઈવ રિપોર્ટિંગમાં શું છે?
ફિલ્મમાં પરિણિતી એક લાઈવ રિપોર્ટિંગના ફોર્મેટમાં ઘણા ન્યૂઝને કવર કરવા માટે જાય છે. પણ અહીંયાં ફ્રેમમાં કંઈ નવું જ કેપ્ચર થાય છે. એક કેમેરામેન સાથે એક રિપોર્ટરની સ્ટોરી જોવા મળવાની છે. જે એક દુઃખદ ઘટનાની તપાસ કરવા માટે ખૂટતી કડી મેળવવા માટે મેદાને ઊતરે છે. એકથી એક તીખા સવાલનો તીર જે રીતે પરિણિતી પૂછે છે અને તેના જવાબ માટે નીકળે છે એ જર્ની જ આખી ફિલ્મની સ્ટોરી છે.
સ્ટોરી માત્ર પરિણિતીની આસપાસ જ નથી ફરી, દરેક પાત્રમાં કંઈક નવું છે અને દરેક પાત્રનો એક અલગ રોલ છે. પછી થોડું રિસ્ક લઈને ખનન માફિયા સુધી પહોંચવા માટે સાહસ ખેડે છે. જેમ જેમ એક પછી એક ફ્રેમ આગળ વધે છે એમાં સ્ટોરી ઊંડી ઉતરતી જાય છે. જેમ જેમ એકથી એક ખતરનાક લોકો સવાલજવાબ કરે છે એમાં સ્થિતિ ખતરનાક થતી જાય છે. ટ્રેલર જોયા પછી કહી શકાય કે ફિલ્મની એક પણ ફ્રેમ સ્કિપ કરવા જેવી નથી.
હીટ જશે કે ફ્લોપ?
આ સ્ટોરી સત્ય હકીકતથી પ્રેરિત છે. જેમાં પરિણિતી સાથે દેવેન ભોજાણી, અમોલ પાલેકર, આદિલ હુસૈન અને શેખર સુમન લીડ રોલ પ્લે કરી રહ્યા છે. મિહિર જાધવ અને ધ્રુવ ત્રિપાઠીએ સમગ્ર ફિલ્મની સ્ટોરી લખી છે. આ પહેલા શક ટ્રસ્ટ ન વન નામની પરિણિતીની ફિલ્મ આવી છે. જેમાં તે જેનિફર વિંગેટ અને સુમિત વ્યાસ સાથે જોવા મળશે.
દેવેન ભોજાણી છેલ્લે ચુંબકમાં જોવા મળ્યા હતા. જેમાં નીના ગુપ્તા સાથે તેમે સ્ક્રિન શૅર કરી હતી. એક બ્રેક બાદ પરિણિતી બેક ટુ બેક બે ફિલ્મોમાં જોવા મળશે. આ પછી પણ તે કોઈ મોટા બજેટની ફિલ્મ સાથે જોડાઈ શકે છે. આ બન્ને ફિલ્મ ફેન્સ પર કેવો અને કેટલો જાદુ કરી શકે છે એ જોવાનું છે. રિપોર્ટિંગ લાઈવમાં પરિણિતી લાગે છે પણ દમદાર, સ્ટોરીની શરૂઆત ટ્રેલરમાં પણ રસપ્રદ રીતે થાય છે જે ફિલ્મ જોવા માટે ઉત્સુકતા વધારે છે.