Wed Jul 15 2026

Logo

રથયાત્રાઃ બાળકોના ખિસ્સામાં નામ-નંબરની ચીઠ્ઠી રાખો, અમદાવાદ પોલીસની સલાહ

2026-07-15 18:59:42
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ અમદાવાદમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાની ધૂમ રહેશે ત્યારે ભક્તો સહિત પોલીસ પણ લોકોની સુરક્ષા અને શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણ મટે સજ્જ છે. છેલ્લા ઘણા દિવસથી શહેરમાં પોલીસ વિવિધ વિસ્તારોમાં માર્ચિંગ કરી રહી છે અને સુરક્ષામાં કોઈ કમી ન રહી જાય તેની ખાતરી કરી રહી છે. દરમિયાન અમદાવાદના કમિશનર ઓફ પોલીસ અનુપમસિંહ ગેહલોતે લોકોને સહકાર આપવા અપીલ કરી હતી. અમદાવાદ પોલીસે એક વીડિયોના માધ્યમથી લોકોને નિયમોનું પાલન કરવાનું અને યાત્રાને આનંદથી ઉજવવાનું આહવાન કર્યું હતું. 

રથયાત્રામાં ખૂબ જ ભીડમાં દર વર્ષે બાળકો વાલીઓથી છુટ્ટા પડી જવાની ઘટના બનતી હોય છે. બાળકો જો વાલીઓથી છુટ્ટા પડી જાય તો તેમને માતા-પિતા સુધી પહોંચાડવા ખાસ એક ટીમ તહેનાત હોય છે, પરંતુ પોલીસે અપીલ કરી છે કે વડીલો અને બાળકોનો હાથ પકડી રાખવો અને તેમને છુટ્ટા ન પડવા દેવા. આ સાથે તેમના ખિસ્સામાં તેમના નામ અને વાલીનો મોબાઈલ નંબર લખી રાખવો તેથી જો તેઓ છુટ્ટા પડે તો તેમના પરિવારનો સંપર્ક સાધી શકાય. આ સાથે લોકોને સતર્ક રહી કોઈપણ શંકાસ્પદ વસ્તુ કે પ્રવૃત્તિ નજરમાં આવે તો પોલીસને જણાવવા અપીલ કરવામાં આવી છે. આ સાથે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા પણ કહેવામાં આવ્યું છે.