Wed Jul 15 2026

Logo

ટિટવાલામાં બ્રેક ફેઈલ થતા બસ દુકાનમાં ધૂસી ગઈ

2026-07-15 21:07:23
Author: Sapna Desai
Article Image

થાણે:થાણે જિલ્લાના ટિટવાલામાં એક ખાનગી બસની બ્રેક ફેઈલ થઈ જતા ડ્રાઈવરે બસ પરથી નિયંત્રણ ગુમાવી દીધું હતું અને બસ સીધી એક દુકાનમાં ઘૂસી ગઈ હતી. સદ્નસીબે આ ઍક્સિડન્ટમાં કોઈ જખમી થયું નહોતું.

સ્થાનિક પ્રશાસનના જણાવ્યા મુજબ મંગળવારે ટિટવાલામાં આ બનાવ બન્યો હતો, જેમાં બસ આનંદ દિઘે માર્ગ પર દોડી રહી હતી ત્યારે તેની બ્રેક ફેઈલ થતા ડ્રાઈવરે બસ પરથી નિયંત્રણ ગુમાવી દીધું હતું અને તે રસ્તાની એક તરફ રહેલા શુભમ ડાઈગ્નોસ્ટિ સેન્ટરમાં ધૂસી ગઈ હતી. સદ્નસીબે તે સમયે દુકાનમાં કોઈ હાજર ન હોવાથી કોઈ જખમી થયું નહોતું પણ દુકાનને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. પોલીસે આ કેસમાં તપાસ હાથ ધરી હતી.

(પીટીઆઈ)