થાણે: થાણે જિલ્લાના મીરા-ભાયંદરમાં આવેલી એક કોલેજના છઠ્ઠા માળ પર રહેલો ઓડિટોરિયમ અને બેટરી બેક-અપ રૂમમાં બુધવારે સવારના આગ ફાટી નીકળી હતી.
પાલિકાના ચીફ ફાયર ઓફિસર પ્રકાશ બોરડેના જણાવ્યા મુજબ મીરા-ભાયંદર ટાઉનશિપમાં આવેલી એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટમાં વહેલી સવારના છ વાગ્યાની આસપાસ આગનો બનાવ બન્યો હતો, જેમાં છઠ્ઠા માળા પર રહેલા ઓડિટોરિયમ અને બેટરી બેક-અપ રૂમમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટના સ્થળે આઠ ફાયર એન્જિન અને ચાર વોટર ટેન્કર પહોંચી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.
લગભગ દોઢ કલાકની જહેમત બાદ આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું પણ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે.
(પીટીઆઈ)