Thu Jul 16 2026

Logo

રામ મંદિર દાન ચોરી કેસમાં એસઆઇટીએ ગોવિંદ દેવ ગિરીની ભૂમિકા પણ  તપાસી

2026-07-15 22:41:35
Author: Chandrakant Kanoja
Article Image

અયોધ્યા: રામ મંદિર દાન ચોરી કેસમાં એસઆઇટીએ તત્કાલીન મહાસચિવ ચંપત રાય, ટ્રસ્ટી ડો. અનિલ મિશ્રા અને ગોપાલ રાવ સુધી મર્યાદિત નથી રાખી. તેમણે હવે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરીની ભૂમિકા અને જવાબદારીઓની પણ વિગતવાર તપાસ કરી હતી.  

વિવિધ પાસાઓની ચકાસણી કરી 

આ અંગે સૂત્રોના જણાવ્યા અનુસાર, એસઆઈટી એ ટ્રસ્ટના નાણાકીય વ્યવસ્થાપન અને દાનના સંચાલન માટેની સિસ્ટમ સાથે સંબંધિત વિવિધ પાસાઓની ચકાસણી કરી છે.

સહાયકોની પૂછપરછ કરી 

આ તપાસ દરમિયાન એસઆઈટી  ટીમે અયોધ્યા ધામમાં વૈદેહી ભવનની પણ મુલાકાત લીધી. જ્યાં સ્વામી ગોવિંદ દેવ ગિરિ અયોધ્યાની મુલાકાત દરમિયાન રોકાયા હતા. ટીમે મહંત અને ત્યાંના સહાયકોની પૂછપરછ કરી જેથી તેમની મુલાકાતોની પ્રકૃતિ, રહેવાની વ્યવસ્થા અને કોઈપણ કાયમી સંપત્તિ  વિશે
માહિતી એકત્રિત કરી શકાય.

આ ઉપરાંત એસઆઈટીએ  ટ્રસ્ટના ખજાનચી તરીકેની તેમની વહીવટી અને નાણાકીય જવાબદારીઓ અને દાન સંભાળવા માટેની સિસ્ટમના સંચાલનમાં તેમની ભૂમિકાની તપાસ કરી હતી. 

અહેવાલ સુપરત કરવાની તૈયારી

ઉલ્લેખનીય છે કે, દાન ચોરીની ઘટનાની તપાસ તેના અંતિમ તબક્કામાં છે.તેમજ  એસઆઈટી  સરકારને પોતાનો અહેવાલ સુપરત કરવાની તૈયારી કરી રહી છે. માનવામાં આવે છે કે આ સમગ્ર મામલામાં વિવિધ અધિકારીઓની ભૂમિકાઓ અને જવાબદારીઓ અંતિમ અહેવાલ જાહેર થયા પછી જ સ્પષ્ટ થશે. હાલમાં તમામની નજર એસઆઈટીના અંતિમ અહેવાલ પર ટકેલી છે.