મદ્રાસ: IIT મદ્રાસના દીક્ષાંત સમારોહમાં એક યાદગાર પ્રસંગ જોવા મળ્યો હતો. જેમાં 21 વર્ષના પુત્ર આદિત્ય બેચલર ઓફ સાયન્સની સાથે તેમની 45 વર્ષની માતા જિગીશા ટેલરે પણ ઓનલાઇન ડેટા સાયન્સ અને એપ્લિકેશન્સ પ્રોગ્રામનો ડિપ્લોમા મેળવ્યો હતો. માતા અને પુત્ર આ સન્માન મેળવવા એક સાથે સ્ટેજ પર આવ્યા હતા. જેને લોકોએ તાળીઓની ગડગડાટથી વધાવી લીધા હતા.
સમારોહનો સૌથી યાદગાર ક્ષણ બની ગઇ
જોકે તેઓએ અલગ અલગ સમયે નોંધણી કરાવી હતી, એક સહાધ્યાયીએ દીક્ષાંત સમારોહ પૂર્વે રાત્રિભોજન દરમિયાન તેમની વાત સાંભળીને સત્તાધિકારીને વિનંતી કરી કે તેમને એકસાથે સ્ટેજ પર બોલાવવામાં આવે.જે સમારોહની સૌથી યાદગાર ક્ષણ બની ગઇ.
ત્રણ વર્ષ બાદ પુત્રએ શિક્ષણ માટે પ્રોત્સાહન આપ્યું
આ અંગે મળતી માહિતી મુજબ વર્ષ 2019માં કૌટુંબિક જવાબદારીઓને કારણે નોકરી છોડતા પહેલા જિગીશા ગુજરાતના ભરૂચમાં એક એન્જિનિયરિંગ કોલેજમાં ઇલેક્ટ્રોનિક્સ ભણાવતી હતી. ત્રણ વર્ષ બાદ પુત્રએ જ તેમને શિક્ષણ ક્ષેત્રે પાછા ફરવા માટે પ્રોત્સાહિત કરી હતી.
ઓનલાઈન ક્લાસ લેવાનું શરૂ કર્યું હતું
જેમાં પુત્ર આદિત્યએ વર્ષ 2021માં, કોવિડ-19 રોગચાળા દરમિયાન IIT મદ્રાસના ડેટા સાયન્સ અને એપ્લિકેશન્સમાં ઓનલાઈન બીએસ પ્રોગ્રામમાં પ્રવેશ મેળવ્યો હતો.તેમજ ડેટા સાયન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં રસ હોવાથી, તેણે ઘરેથી ઓનલાઈન ક્લાસ લેવાનું શરૂ કર્યું હતું.
જીગીષામાં પણ અભ્યાસની જિજ્ઞાસા જાગી હતી
તેમજ પુત્રને દરરોજ અભ્યાસ કરતા જોઈને જીગીષામાં પણ અભ્યાસની જિજ્ઞાસા જાગી હતી. તેમજ ઇલેક્ટ્રોનિક્સમાં તેની પૃષ્ઠભૂમિને કારણે આંકડાશાસ્ત્ર અને કમ્પ્યુટર સિસ્ટમ્સ જેવા વિષયોમાં રસ જાગ્યો હતી. વર્ષ 2022ના અંત સુધીમાં તેમણે આ જ પ્રોગ્રામમાં પ્રવેશ લીધો હતો.
ડિગ્રી મેળવવી અનેક લોકો માટે પ્રેરણા બની
જેની બાદ જ્યારે ડિગ્રી લેવાનો સમય આવ્યો ત્યારે તેમણે ક્યારેય પણ નહોતું વિચાર્યું કે તે અને તેમના પુત્ર જોડે ડિગ્રી લેશે. જોકે, પુત્રના મિત્રના આયોજનથી આ શક્ય બન્યું હતું. માતા અને પુત્રના એક સાથે અભ્યાસ અને ડિગ્રી મેળવવી અનેક લોકો માટે પ્રેરણા બની છે.