મુંબઈઃ મુંબઈની ફિલ્મનગરીમાં આવીને એક્ટ્રેસ, એક્ટર, પ્રોડ્યુસર, આસી. પ્રોડ્યુસર કે ડાયરેક્ટર બનવાનું દરેકનું સપનું હોય છે. પણ દરેક અહીંયા પ્રયાસ કરનારી દરેક વ્યક્તિ સફળ જતી નથી. ખાસ કરીને યુવતીઓને કેટલીક ખોટી માગણીઓનો સામનો કરવો પડે છે. આ કારણે કેટલીક મોડલ કે યુવતી મોટી સ્ક્રિન સુધી પહોંચે એ પહેલા જ સપના પર પાણી ફેરવી દે છે અને બીજા કોઈ સેક્ટરમાં કરિયર બનાવવા ડગ ભરે છે. જાણીતી ટીવી સિરિયલ 'કહાની ઘર ઘર કી' અને 'કુમકુમ' જેવી ધારાવાહિકમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસે ઈન્ડસ્ટ્રીની એવી હકીકત કહી હતી, જે જાણીને પગ નીચેથી જમીન સરકી જાય. અભિનેત્રી શ્વેતા ક્વાત્રા ઘણા લાંબા સમયથી તે કેમેરાથી દૂર છે. પણ દર્શકોને આજે પણ એનો ચહેરો યાદ છે.
શું કરી રહી છે શ્વેતા આજે?
હાલમાં શ્વેતા પોતાના પરિવાર સાથે આનંદમય જીવન જીવી રહી છે પણ તેણે ઈન્ડસ્ટ્રી અંગે એવી હકીકત કહી છે જે જોઈને કે જાણીને સૌ કોઈ ચોંકી જાય એમ છે. તાજેતરમાં આપેલી એક ખાસ મુલાકાતમાં તેણે દિલ ખોલીને વાત કહી હતી. એક્ટ્રેસે કહ્યું હતું કે, કરિયરની શરૂઆત હતી એ દિવસોમાં ઘણી મહેનત કરી છે. મેં પણ કાસ્ટિંગ કાઉચ જેવી પરિસ્થિતિનો સામનો કર્યો છે.
આ પ્રકારની ઘટના સામાન્ય રીતે એજન્ટ અને મિડલમેનના લેવલ પર થતી હતી. કેટલાક લોકોની ઓફિસમાં બેડની પણ વ્યવસ્થા હતી. પહેલીવાર જ્યારે આ વસ્તુ ઓફિસમાં જોઈ ત્યારે મને પણ આંચકો લાગ્યો હતો. ઘણું મોટું આશ્ચર્ય થયું હતું. જ્યારે હું આ ઈન્ડસ્ટ્રીમાં આવી અને શરૂઆતના દિવસો હતા એ સમયે મને કેટલાક ઈશારાઓની સમજ ન હતી.આ જ કારણે કેટલાક ચાલાક લોકો ઈન્ડસ્ટ્રીમાં આવ્યા અને નવા લોકોનો ફાયદો ઊઠાવવાનું શરૂ કર્યું.

શબ્દોમાં કહી ન શકાય
આ એક પ્રકારનો ખોટો પ્રયાસ હતો.એક વાર તો એવું બન્યું કે, મને કેટલાક ખોટા અને ગંદા સવાલ કરવામાં આવ્યા હતા. મને પણ કામના બદલામાં કેટલીક વસ્તુ કે અમુક મુદ્દાને લઈને 'કોમ્પ્રોમાઈઝ' કરવાનું કહેવામાં આવ્યું હતું. હું ઈન્ડસ્ટ્રીમાં નવી હતી એટલે આ શબ્દ પાછળનો અર્થ મને ખબર નહોતો. પછી જ્યારે ખ્યાલ આવ્યો ત્યારે ખરેખર સમય જુદો હતો.કેટલાક લોકો જાણી જોઈને ઈરાદાપૂર્વક ખોટા ઈશારા અને ગંદા ચેનચાળા પણ કરતા.
આ સમયે જ્યારે એક લેડી તરીકે તમારી જે સ્થિતિ હોય છે એને શબ્દોમાં કહી શકાય એમ નથી.એકવાર મને ઓડિશન માટે બોલાવી હતી, ત્યાં મારા જેવી અનેક છોકરીઓ હતી. મને એ સામાન્ય લાગ્યું પણ પછી મને એકલામાં મળવાનું કહ્યું અને બીજા એક રૂમમાં બોલાવવામાં આવી.એ સમયે એ રૂમમાં પ્રોડ્યુસર, રાઈટર્સ, ડાયરેક્ટર બધા હતા. જેવી મારી સ્ક્રિપ્ટ મેં પૂરી કરી પછી મને કપડાં કાઢવાનું કહ્યું.

કપડા ઊતારવાની જરૂર શું?
થોડા સમય માટે તો લાગ્યું કે, કંઈક ખોટું સાંભળી લીધું છે. અસહજ અને આશ્ચર્ય સાથે ડરી ગઈ હતી. ગુસ્સો પણ આવતો પણ હું કંઈ જ જાણતી નથી એમ કરીને હિંમત કરીને પૂછી લીધું કે, કપડા ઊતારવાની જરૂર જ શું છે. એ સમયે મને સામેથી જવાબ મળ્યો કે, તેઓ જોવા માગતા હતા કે, સ્વિમસૂટમાં હું કેવી લાગુ છું. એ સમયે હું એટલી ડરી ગઈ હતી કે, મારી પાસે એનો જવાબ દેવાના શબ્દ નહોતા. બાહર અનેક લોકો હતા પણ રૂમમાં તો હું એકલી જ હતી પછી મેં માત્ર ત્યાં થેંક્યુ કહ્યું અને બીજી જ સેકન્ડે ત્યાંથી જતી રહી. આવું ઘણીવાર નવી છોકરીઓ સાથે પણ થાય છે. કોણ ક્યો ઈશારો કરે છે અને ક્યા કોડવર્ડમાં વાત કરે છે એ પણ ક્યારેક મેટર કરતું હોય છે.