મુંબઈઃ 15 વર્ષનો લેફ્ટ-હૅન્ડ ઓપનિંગ બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશી તાજેતરમાં ઇંગ્લૅન્ડના પ્રવાસમાં ભારત વતી ડેબ્યૂ કર્યા પછી ત્રણેય મૅચમાં સારું ન રમી શકયો, પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતની મુખ્ય ટીમ વતી આરંભ કરવા બદલ તેના પર અભિનંદનની વર્ષા તો થઈ જ રહી છે અને એવો એક કિસ્સો તાજેતરમાં મહારાષ્ટ્રના તળેગાંવમાં બન્યો હતો.
ઇંગ્લૅન્ડથી પાછા આવ્યા બાદ તરત જ વૈભવ (Vaibhav) તળેગાંવમાં રાજસ્થાન રૉયલ્સ (RR)ના હાઈ પર્ફોર્મન્સ સેન્ટરમાં પહોંચ્યો હતો જ્યાં તેની જ ઉંમરના સ્કૂલ-વિદ્યાર્થીઓએ તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું. `બૅબી બૉસ'તરીકે ઓળખાતો ટીનેજ વયનો વૈભવ ચહેરા પર સુંદર સ્મિત સાથે સેન્ટરની ઇમારતમાં પ્રવેશ્યો હતો. તેને બાળકોએ બૅટ ઊંચા કરીને `ગાર્ડ ઑફ ઑનર' સાથે સન્માન કર્યું હતું.
THE RAJASTHAN ROYALS FAMILY 🩷
— Johns. (@CricCrazyJohns) July 15, 2026
- Grand welcome for Vaibhav Sooryavanshi at Royals HPC after making his International Debut. pic.twitter.com/6zOqVe2ygJ
ઇંગ્લૅન્ડ સામેની ત્રણ ટી-20માં વૈભવ માત્ર 14 રન, 13 રન અને 15 રન બનાવી શક્યો હતો. ભારતનો એ શ્રેણીમાં 0-4થી પરાજય થયો હતો. વૈભવ હવે આ મહિને ટીમ ઇન્ડિયા સાથે ઝિમ્બાબ્વેના ટી-20 પ્રવાસે જશે.
આઇપીએલમાં વૈભવના 776 રન તમામ બૅટ્સમેનોમાં હાઇએસ્ટ હતા. તે આ ટૂર્નામેન્ટમાં રાજસ્થાન રૉયલ્સ વતી રમે છે અને આ ફ્રૅન્ચાઇઝી તેને કોઈ પણ ભોગે રિલીઝ કરવા નથી માગતી. ઊલટાનું, આ ફ્રૅન્ચાઇઝી વૈભવને પર્ફોર્મન્સમાં સુધારો લાવવા મદદરૂપ થઈ રહ્યું છે અને એવા આશયથી જ તેને (ઝિમ્બાબ્વે ખાતેના તેના પ્રવાસ પૂર્વે) તળેગાંવના સેન્ટરમાં બોલાવવામાં આવ્યો છે.