Sun Aug 23 2026

Logo

યશની ‘Toxic’ જોવા જશો તો મળશે સરપ્રાઇઝ! મેકર્સના નવા અભિગમથી ફેન્સ ક્નેક્ટ થશે?

2026-08-23 18:55:48
Author: Mumbai Samachar Team
Article Image

TOXIC


મુંબઈઃ 'આવારપન-2' થિયેટર્સમાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મ ઈમરાનના ફેન્સ નથી એવા લોકોને પણ પસંદ પડી રહી છે. આ ફિલ્મમાં ઈમરાનનો એક અલગ અંદાજ જોવા મળ્યો છે. અગાઉની ફ્રેમ કરતા અલગ ફ્રેમમાં તે દેખાતા સૌથી વધારે ચર્ચા એના લૂકની થઈ રહી છે. સાઉથના સુપરસ્ટાર યશની ફિલ્મ 'ટોક્સિક' પણ થિયેટર્સમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મને લઈને ફેન્સનું એક્ઝાઈટમેન્ટ વધી રહ્યું છે. ફિલ્મમાં યશની સાથે કિયારા અડવાણી, નયનતારા, તારા સુતરિયા, હુમા કુરૈશી તથા રૂકમણી વસંત જેવી મોટી સ્ટારકાસ્ટ ઓન સ્ક્રિન થવાની છે. માહોલ 'ટોક્સિક'નો છે પણ આ માહોલ વચ્ચે ફેન્સને એક અનોખી સરપ્રાઈઝ મળવાની છે. 

કઈ નવી ફિલ્મ આવશે ઈમરાન હાશમીની?
'ટોક્સિક' ફિલ્મ સ્ક્રિન પર શરૂ થતા પહેલા ફેન્સને ઈમરાન હાશમીની નવી ફિલ્મ 'ગનમાસ્ટર'નું ટ્રેલર-ટિઝર જોવા મળી શકે છે. આ માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 'ગનમાસ્ટર જી9' ફિલ્મમાં ઈમરાનનો નવો લૂક જોવા મળશે. જે આવારપન કરતા અલગ હોવાનું જાણવા મળ્યું છે.યશની ફિલ્મ જોવા માટે પહોંચેલા લોકોને ઈમરાનની ફિલ્મના ટિઝરથી મોટી સરપ્રાઈઝ મળી શકે છે. પહેલીવાર સિનેમાઘરમાં યશની ફિલ્મ 'ટોક્સિક' સાથે ટિઝરને અટેચ કરવામાં આવ્યું છે. મેકર્સે સ્પષ્ટતા કરી છે કે, 'ટોક્સિક'ની પ્રિન્ટ અલગ હશે અને ટિઝરની પ્રિન્ટ અલગ હશે. માત્ર એકસાથે શેડ્યુલ કરવામાં આવ્યું છે. આનાથી દર્શકોને એક્શન સિક્વન્સની સાથે આવનારી નવી ફિલ્મની ઝલક જોવા મળશે. આ પ્રકારની રણનીતિ પાછળ ફિલ્મ નિર્માતાઓનો એક મોટો હેતું છુપાયેલો છે. 'ટોક્સિક' એક સિનેમાહોલ બેઝ ફિલ્મ છે. જેને જોવા માટે એક વર્ગ અને સિનેમાહોલની ફીલ લેવાવાળો વર્ગ જશે. 'ગનમાસ્ટર જી9'ના મેકર્સ આ જ ભીડનો ફાયદો ઊઠાવવા માગે છે. 

આવું કરવા પાછળનો હેતુ શું?
ફિલ્મ રિલીઝ થતા પહેલા ટિઝર જાહેર કરી દેતા ફિલ્મની એક અલગ દિશામાં ચર્ચા શરૂ થશે, વ્યૂઅરશીપનો ફાયદો થશે. આ સિવાય એક્શન ફિલ્મનું ટિઝર કોઈ મોબાઈલમાં જોવાના બદલે ડાયરેક્ટ મોટી સ્ક્રિન પર દર્શકોને જોવા મળશે. દમદાર સાઉન્ડ ઈફેક્ટ, મોટી સ્ક્રિન અને ફર્સ્ટ ઈમ્પ્રેશનનો મેકર્સ ફાયદો ઊઠાવવા માગે છે. આ પગલું એવા સમયે લેવામાં આવી રહ્યું છે જ્યારે ઈમરાન હાશમીની ફિલ્મ આવી છે 'આવારપન-2' અને હવે બીજી ફિલ્મ આવી રહી છે. એની ફિલ્મી કેરિયરનો આ મહત્ત્વનો તબક્કો છે. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'આવારપન-2'ની શાનદાર સફળતા બાદ બીજી ફિલ્મ પણ ધૂમ મચાવી દેશે. ફરીવાર ઈમરાનની ચર્ચા શરૂ થશે જ્યારે કમાણીના મામલે યશ દમદાર કમાણી કરી લેશે. મેકર્સનો હેતું ઓડિયન્સને સતત સ્ક્રિન અને સિનેમા સાથે ક્નેક્ટ રાખવાનો છે. 'ગનમાસ્ટર જી9' રોમેન્ટિક અને એક્શન પેક ફિલ્મ છે. આમાં ઈમરાનની થોડી મસ્તી અને હળવી કોમેડી પણ હોઈ શકે છે.