મુંબઈઃ આવતા વર્ષે રિલીઝ થનારી ફિલ્મ 'વારાણસી'ને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બિગ બજેટની ફિલ્મને વ્યવસ્થિત રીતે રિલીઝ કરવા અને વધુ સ્ક્રિન મળે એ માટે ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે. ફિલ્મનું 80 ટકા કામ ખતમ થઈ ગયું છે. આ સાથે લીડ સ્ટાર મહેશ બાબુ, પ્રિયંકા ચોપરા અને પૃથ્વીરાજ સુકુમારને પોતાના ભાગનો શુટિંગ શેડ્યુલ ખતમ કરી લીધો છે. આ ફિલ્મનું ટોટલ બજેટ ₹1200 કરોડનું હોવાનું જાણવા મળ્યું છે.
વિદેશમાં પણ જોરશોરથી રિલીઝ થશે
ફિલ્મ મેકર્સ જણાવી રહ્યા છે જે કે, જેમ જેમ શુટિંગનું કામ ખતમ થઈ રહ્યું છે એમ એડિટિંગનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. સૂત્રોમાંથી વાત એવી મળી રહી છે કે, ફિલ્મને 50 જુદી જુદી ભાષાઓમાં ડબ કરવામાં આવશે. 120 જેટલા દેશમાં રિલીઝ કરવામાં આવશે. આ માટેનું પ્લાનિંગ થઈ રહ્યું છે. વિદેશમાં જે તે ડિસ્ટ્રિબ્યુટર્સ સાથે વાતચીત ચાલી રહી છે. ખાસ વાત તો એ છે કે, AIથી તૈયાર કરેલા અવાજ કરતા અસલી આર્ટિસ્ટના અવાજને રેકોર્ડ કરવામાં આવ્યો છે.
એક ગ્લોબલ લેવલ પર ફિલ્મને તૈયાર કરવામાં આવી રહી છે. એટલા માટે અવાજ અને સાઉન્ડ ઈફેક્ટ પર અલગથી કામ કરવામાં આવી રહ્યું છે. લોકલ ટચ આપવા માટે સ્થાનિક કલાકારોની પણ મદદ લેવામાં આવી રહી છે. આ માટે સ્થાનિક લેવલ ઉપર બારિકીથી કામ ચાલું કરી દેવામાં આવ્યું છે. ફિલ્મનું કેટલુક શુટિંગ વારાણસી સિટી અને બાકીનું રામોજી ફિલ્મસિટી હૈદરાબાદમાં કરવામાં આવ્યું છે. ફિલ્મના ડબિંગ અને સાઉન્ડ અંગે વાત કરતા સૂત્રોએ કહ્યું કે, રાજામૌલી ઈચ્છતા નથી કે જયારે ફિલ્મ એક ભાષામાંથી બીજી ભાષામાં જાય તો પર્ફોમન્સ નબળું થાય.
1500થી વધુ એક્ટર્સના વોઈસ સેમ્પલ લેવાશે
ખાસ કરીને ઈમોશન, પર્સનાલિટી અને કેટલાક ઠોસ અવાજ પર કંઈ નબળું પડે એવું મેકર્સ ઈચ્છતા નથી. મેકર્સે કહ્યું કે, હું ઈચ્છું છું કે, લોકો સ્ક્રિન પર થતા પર્ફોમન્સની સાથે એ ડાયલોગ અને એક અલગ સાઉન્ડને પણ ફીલ કરે. રાજામૌલીએ સ્પષ્ટતા કરી હતી કે, આ ફિલ્મમાં એક હાઈલેવલ સિનેમેટિક ઈફેક્ટ માટે બારિકીથી કામ કરવામાં આવ્યું છે કોઈ AIનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. અવાજ અને સાઉન્જ એ જ પર્ફોમન્સનો એક ભાગ છે. આથી જ હું ઈચ્છું છું કે, ફિલ્મને અલગ અલગ ભાષામાં રિલીઝ કરવામાં આવે. આ ભાષા માટે પણ અસલી આર્ટિસ્ટ હોવા જોઈએ. ફાઈનલ આઉટપુટ માટે અને જુદી જુદી ભાષામાં રિલીઝ કરવા માટે 1500 જેટલા એક્ટર્સના વોઈસ સેમ્પલ લેવામાં આવ્યા છે. આ પરથી એક યાદી તૈયાર કરવામાં આવશે અને પછી ફિલ્મની સ્ક્રિપ્ટ સાથે જે તે વોઈસને રેકોર્ડ કરવામાં આવશે.