મુંબઈઃ ત્રણ સીઝનના 33 એપિસોડ સાથે OTT પ્લેટફોર્મ પર સૌથી વધારે ચર્ચામાં રહેલી વેબસિરીઝ 'આશ્રમ' ફરી એકવાર નવા અંદાજમાં આવી રહી છે. 'એક બદનામ...આશ્રમ' સાથે ચોથી સીઝન આવી રહી છે. પ્રકાશ ઝાના ડાયરેક્શનમાં તૈયાર થયેલી વેબસિરીઝની હવે પછીની સ્ટોરી માટેની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ચોથી સીઝનના સેટ પરથી ફર્સ્ટલૂક શૅર કરવામાં આવી રહ્યો છે. આ સ્ટોરીમાં પણ દર્શકો માટે સરપ્રાઈઝ હશે.
ફોટો શૅર કરવામાં આવ્યો
પ્રકાશ ઝાના પ્રોડક્શન હાઉસનો એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શૅર કરવામાં આવ્યો છે. જેમાં પૂજા કરવામાં આવી રહી છે. વેબસિરિઝનું શુટિંગ શરૂ થઈ ગયું છે. ફોટોમાં ક્લેપ બોર્ડની ઝલક જોવા મળી રહી છે. આ સાથે કેપ્શનમાં એવું પણ લખવામાં આવ્યું છે કે, એક આરંભ. આશ્રમના એક નવા અધ્યાયમાં સૌનું સ્વાગત છે. જપનામ. આશ્રમની 4થી સીઝનમાં શું નવું હશે એની ચર્ચા શરૂ થઈ ગઈ છે. ચોથી સીઝનમાં બાબા નિરાલાના રૂપમાં બોબી દેઓલ, અદિતિ પોહનકર, ચંદન રોય સન્યાલ, ત્રિધા ચૌધરી લીડ રોલમાં છે. સિરિઝના શુટિંગ લોકેશન બદલવામાં આવ્યા છે. આ વેબસિરિઝ ક્યારે રિલીઝ થશે એ અંગે ખાસ કોઈ તારિખ હાલમાં તો નક્કી કરવામાં આવી નથી.
શું હશે ત્રીજી સિઝમાં?
'આશ્રમ' સીઝન-3 બાબા નિરાલાની ધરપકડ સાથે સમાપ્ત થાય છે. પમ્મી (આદિતિ પોહણકર) ની યોજના મુજબ, બાબા નિરાલા જેલમાં જાય છે. જ્યારે ભોપા (ચંદન રોય સાન્યાલ) તેના સામ્રાજ્ય પર નિયંત્રણ મેળવે છે. આ વાર્તા આ બિંદુથી આગળ વધશે. જેલમાંથી મુક્ત થયા પછી, બાબા નિરાલા ભોપા અને પમ્મી સામે બદલો લેશે. જ્યારે પમ્મી તેના કાળા કાર્યોને દુનિયા સમક્ષ ઉજાગર કરીને તેના સામ્રાજ્યને તોડી પાડવા માટે આગળ વધશે.વર્ષ 2020માં આવેલી આ સિરિઝ એ સમયે પણ સૌથી વધારે ચર્ચામાં રહી હતી. એ પછી તેના બીજા ભાગ આવતા વાર્તામાં એક લિંક જળવાઈ રહી હતી. હવે ત્રીજા ભાગમાં અંતિમ નિર્ણય થાય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જોકે, અગાઉની સિઝન કરતા આ સિઝન સૌથી વધારે રસપ્રદ અને એક્શનથી ભરપૂર હશે.