વોશિંગ્ટનઃ અમેરિકાના પશ્ચિમી અલાસ્કામાં એક મોટ દુર્ઘટના સર્જાઇ છે, જ્યાં 8 લોકોને લઇ જઇ રહેલા રિમોટ રડાર સાઇટની પાસે એક ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થઇ ગયું. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB)ના સુત્રોએ એસોસિએટેડ પ્રેસે (AP) આ વિમાન દુર્ઘટનાની પુષ્ટિ કરી છે.
ઘટના બાદ તુરંત ઘટનાસ્થળે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. અલાસ્કાના નેશનલ ટ્રાન્સપોર્ટ સેફ્ટી બોર્ડના અધ્યક્ષ ક્લિન્ટ જોનસન અનુસાર વિમાનમાં બેક પાયલોટ અને 6 યાત્રી હતા. આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર પાયલો સહિત તમામ 8 લોકોના મોત થઇ ગયા.
રડાર સાઇટની પાસે ક્રેશ થયું ચાર્ટર પ્લેન
NTSB બોર્ડના અધ્યક્ષ ક્લિન્ટ જોનસનના અનુસાર 8 લોકોને લઇને જઇ રહેલું એક બે એન્જિનવાળુ સેસના ચાર્ટર વિમાન ગુરુવારે એંકોરેજથી કેપ ન્યૂએનહેમ જતી વખતે પશ્વિમી અલાસ્કામાં એક દૂરની રડાર સાઇટની પાસે દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું.
અમેરિકી સેનાએ કહ્યું કે આ ચાર્ટર પ્લેન દુર્ઘટનામાં વિમાનમાં સવાર 2 પાયલોટ સહિત તમામ 8 લોકોને મોતની પુષ્ટિ થઇ છે.
આ ચાર્ટર પ્લેન ગુડન્યૂઝ બેથી લગભગ 40 માઇલ દક્ષિણમાં સ્થિત કેપ ન્યૂએનહેમ તરફ જઇ રહ્યું હતું. આ એક વાયુ સેનાની હવાઇપટ્ટી છે અને લાંબા અંતરના રડાર સ્ટેશન સુધી પહોંચ પ્રદાન કરે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે એનટીએસબી, અલાસ્કા સ્ટેટ ટ્રુપર્સ અને બચાવ સમન્વય કેન્દ્ર દુર્ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે. જેમ જેમ વધુ જાણકારી ઉપલબ્ધ થશે તેને જારી કરવામાં આવશે.