મુંબઈઃ ફિલ્મ 'સ્પિરિટ'ને લઈ દીપિકાનું વિવાદના વંટોળમાં ફંગોળાયું છે. મેકર્સ દાવો કરી રહ્યા છે એની સામે દીપિકાએ પણ પોતાની વાત સ્પષ્ટ કરી છે. મેકર્સે એવો દાવો કર્યો છે કે, એક્ટ્રેસે ફિલ્મના પ્રોફિટમાં પોતાની ટકાવારી માગી હતી. હવે દીપિકાએ આ દાવા પર પોતાની વાત સ્પષ્ટ કરી દીધે છે. તાજેતરમાં સંદીપ રેડ્ડી વાંગના ભાઈ પ્રણય રેડ્ડીએ દાવો કર્યો હતો કે, દીપિકાને ફિલ્મમાંથી એટલા માટે દૂર કરી દેવામાં આવી કારણ કે, તેણે ફિલ્મના પ્રોફિટમાંથી 10 ટકા પોતાના માગ્યા હતા. દીપિકાની આ માગને સ્વીકારમાં આવી નહીં. એટલા માટે દીપિકાએ ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક જાણકારી લીક કરવાનું શરૂ કરી દીધું.

પોસ્ટમાં શું હતું?
આ દાવા પર દીપિકાએ લાઈ કરતા કહ્યું કે, પત્રકારે ટોન્ટ મારતા લખ્યું હતું કે, જે રીતે આ કેસમાં રીએક્શન આપવામાં આવી રહ્યા છે એ જોઈને એવું લાગે છે કે, દીપિકાએ આખી ફિલ્મ અને વાંગાની આખી સંપત્તિ માગી લીધી હોય. અહીંયા પુરુષ અહંકાર અને મિસોજિની સાથે કેસ જોડાયેલો હોય એવું લાગી રહ્યું છે.એ મહિલાએ કોઈ ડીલને સ્વીકારવાની ના પાડી અને એની ના કહેવી એ કેટલાક લોકોને ગમ્યું નથી.આ જ પોસ્ટને દીપિકાએ લાઈક કરી છે. દીપિકાએ સોશિયલ મીડિયા પર એક એવી પોસ્ટને લાઈક કરી છે જેમાં આ દાવાની ખૂબ ટીકા કરવામાં આવી રહી છે. પત્રકાર જાનવી મનચંદાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર દીપિકાએ લાઈક કરી છે. પોસ્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે,દીપિકા આ મામલે એક હદ સુધી મૌન રહી ગઈ છે.ડીલ ખતમ થયાના મહિનાઓ પછી વાંગા બ્રધર્સ હવે એના વિશા વાતચીત કરી રહ્યા છે.
હવે તે ફિલ્મમાં નથી
હકીકત એ પણ છે કે, દીપિકા હવે આ ફિલ્મનો કોઈ ભાગ નથી. આવનારા દિવસોમાં ફરી મેકર્સ તેને સાઈન કરશે કે નહીં એ વાત પણ નક્કી નથી. 12 કલાકમાં આ જ પોસ્ટ પર 8 હજારથી વધારે લાઈક્સ છે. 2 હજાર લોકોએ સમગ્ર પોસ્ટને રીપોસ્ટ કરી છે. દીપિકાને પોતાના ઘણાય ફેન્સનું સમર્થન મળી રહ્યું છે. આશરે દોઢ વર્ષથી સંદીપ દીપિકાના કોન્ટેટમાં હતા અને ફિલ્મમાં લેવા માટે તૈયાર હતા. એક્ટ્રેસની દમદાર સફળતા સાથે એની કેટલીક શરતો પણ હતી. આ શરતો પર વાતચીત કરવાનો પ્રસ્તાવ પહેલા મેકર્સનો જ હતો. દીપિકાએ ફિલ્મના પ્રોફિટમાં 10 ટકા પોતાના માગતા મામલો બગડ્યો હતો. આ પછી વાત આગળ વધી ગઈ અને મામલો બગડ્યો. મેકર્સે કહ્યું કે, અમે જે આપવા માટે તૈયાર હતા એ આપી શકીએ એમ હતા. પણ અમારા બજેટનો હિસાબ પણ બંધ બેસવો જોઈએ એ જરૂરી છે. આ પછી મેકર્સે પણ બીજા વિકલ્પો પર વાતચીત કરવાનું શરૂ કરી દીધું હતું.