Fri Sep 04 2026

Logo

નીરજ ચોપરાએ 88 મીટર ભાલો ફેક્યો છતાં કોને ના હરાવી શક્યો ? ડાયમંડ લીગમાં કોણ બન્યું ચેમ્પિયન ?

2026-08-22 09:31:00
Author: Mumbai Samachar Team
નીરજ ચોપરાએ 88 મીટર ભાલો ફેક્યો છતાં કોને ના હરાવી શક્યો ? ડાયમંડ લીગમાં કોણ બન્યું ચેમ્પિયન ?

નવી દિલ્હીઃ ભારતીય સ્ટાર જૈવલિન થ્રોઅર નીરજ ચોપડાનું લુસાને ડાયમંડ લીગ 2026માં જલવો જોવા મળ્યો. નીરજે આ સીઝનનો પોતાનો બેસ્ટ થ્રો કર્યો, પરંતુ તે બીજા સ્થાને રહ્યો. શ્રીલંકાના રુમેશ થરંગા 88.14 મીટરના થ્રો સાથે પહેલા નંબરે રહ્યો. આ તેમની કોઇપણ ઇવેન્ટમાં સતત પાંચમી જીત છે. આ અગાઉ કોમનવેલ્થ ગેમ્સનો ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. તો ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ (86.69 મીટર) ત્રીજા સ્થાને રહ્યો.

નીરજ ચોપડા માટે સ્પર્ધાની શરુઆત કંઇ ખાસ ન રહી અને તે પોતાના પ્રથમ પ્રયાસમાં 83.54નો જ થ્રો કરી શક્યો. તો શ્રીલંકાના રૂમેશ થરંગા પથિરાગે પ્રથમ પ્રયાસમાં જ જૈવલિનને 85.99 મીટર દૂર ફેંકતા પહેલા નંબરે પહોંચી ગયો. જો કે બીજા પ્રયાસમાં નીરજે જબરજસ્ત વાપસી કરી અને 88.05 મીટરનો થ્રો સાથે પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું. આ સીઝનનો તેનો સૌથી બેસ્ટ થ્રો પણ રહ્યો. તો રૂમેશ બીજા પ્રયાસમાં 87.06 મીટરનો થ્રો જ કરી શક્યો.

રૂમેશે ત્રીજા પ્રયાસમાં ફેંક્યો 88.14 મીટરનો થ્રો

ભારતીય એથલીટનો ત્રીજો પ્રયાસ અપેક્ષા પ્રમાણેનો ન રહ્યો અને તેણે 83.72 મીટરનો થ્રો કર્યો. જો કે શ્રીલંકાઇ ખેલાડી રુમેશે ત્રીજા પ્રયાસમાં 88.14 મીટરના થ્રોની સાથે ફરી એકવાર પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. નીરજે તેના ચોથા પ્રયાસમાં ફાઉલ કરી બેઠો જ્યારે રમેશનો થ્રો પણ વધારે દૂર ન કરી શક્યો. નીરજે તેના પાંચમા પ્રયાસમાં થ્રો ન કર્યો. તો રૂમેશ તેના પાંચમા અને છઠ્ઠા પ્રયાસમાં ફાઉલ કર્યો. જો કો રમેશનો ત્રીજો થ્રો તેમના માટે નિર્ણાયક સાબત થયો.

કોમનવેલ્થ ગેમ્સ 2026મા નીરજે જીત્યો હતો સિલ્વર મેડલ

આ અગાઉ નીરજ ચોપડાએ સ્કોટલેન્ડના ગ્લાસગોમાં આયોજીત કોમનવેલ્થ ગેમ્સ 2026માં 85.83 મીટરના થ્રોની સાથે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. જોકે આ ટૂર્નામેન્ટમાં પણ નીરજ પોતાના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં જોવા નહોતો મળ્યો. નીરજે માન્યું કે ઇજામાંથી પાછા ફરવાના કારણે તેમના પ્રદર્શનમાં ઘટાડો આવ્યો. તો કોમનવેલ્થ ગેમ્સ 2026માં શ્રીલંકાના રૂમેશે 89.75 મીટરના થ્રોની સાથે ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો હતો.