કોલંબોઃ ભારતનો વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંત (Rishabh Pant) રવિવારે અહીં શ્રીલંકા સામેની બીજી ટેસ્ટના પ્રથમ દિવસે બૅટિંગ દરમ્યાન બૉલ વાગતાં રિટાયર-હર્ટ થયો હતો.
પંત ત્રણ રન પર હતો ત્યારે સીમ બોલર લાહિરુ કુમારાના એક બૉલને ચોગ્ગા-છગ્ગાના પ્રયાસમાં પુલ કરવા જતાં ઘાયલ (injured) થયો હતો. એમાં બૉલ તેના ડાબા હાથ પર વાગ્યો હતો. પંત એ બૉલને બૅટ સાથે બરાબર કનેક્ટ નહોતો કરી શક્યો અને બૉલ સીધો તેના હાથ પર વાગ્યો હતો. તેને અસહ્ય દુખાવો થતો હતો. ભારતીય ટીમના ફિઝિયોથેરપિસ્ટ દોડી આવ્યા હતા અને તેને પ્રાથમિક સારવાર આપી હતી.
Rishabh Pant walks off after sustaining a wrist injury. 💔
— Delhi Capitals (@DelhiCapitals) August 23, 2026
Hoping he comes back strong, just like the last time. IYKYK 😮💨 pic.twitter.com/NcTOuOer60
પંતના ડાબા હાથ પર પટ્ટી લગાડતાં પહેલાં આઇસ-પૅકથી શેક કરવામાં આવ્યો હતો. જોકે પંતને દુખાવો ઓછો નહોતો થયો અને તે રિટાયર-હર્ટ થયો હતો.
Rishabh Pant’s expression says it all. He looks to be in a lot of pain right now. Hope he’s okay and it’s nothing serious#INDvSL #INDvsSL #SLvsIND pic.twitter.com/ekNY9kMNIQ
— Tapas. (@lmTapas15) August 23, 2026
ભારતની ઇનિંગ્સની એ 58મી ઓવર હતી જેમાં આ ઘટના બની હતી. પંત માંડ 15 બૉલ રમ્યો હતો ત્યાં તેણે પાછા પૅવિલિયનમાં જવું પડ્યું હતું. તેના સ્થાને રવીન્દ્ર જાડેજાને મોકલવામાં આવ્યો હતો જેણે 83 બૉલમાં ચાર ચોગ્ગાની મદદથી 43 રન બનાવ્યા હતા અને કરીઅરની 28મી હાફ સેન્ચુરી જરાક માટે ચૂકી ગયો હતો.