Thu Jul 02 2026

Logo

હવે માઈક્રોસોફટ કર્મચારીઓની છટણી કરશે, AIના કારણે લેવાયો નિર્ણય કે અન્ય કોઈ કારણ? જાણો હકીકત

California   2026-07-01 17:10:00
Author: Mumbai Samachar Team
Article Image

કેલિફોર્નિયાઃ ટેક જાયન્ટ કહેવાતી કંપનીઓ હવે પોતાના કર્મચારીઓને છૂટા કરી રહી છે. ઓરેકલ કંપનીએ પોતાના કર્મચારીઓની છટણી કર્યા બાદ હવે માઈક્રોસોફ્ટ પોતાના કર્મચારીઓને છૂટા કરવાના મૂડમાં છે. એક રિપોર્ટ અનુસાર આવનારા કેટલાક દિવસોમાં કંપની જે કર્મચારીઓને છૂટા કરવાના છે એની યાદી તૈયાર કરીને જાહેર કરશે. મસમોટા પગાર ધોરણ પર કરેલી ભરતી બાદ હવે એક ઝાટકે ઘર તરફ રવાના કરીને કંપનીએ સૌને ચોંકાવી દીધા છે. આ વખતે આ છટણીની અસર ખૂબ ઓછા કર્મચારીઓને થવાની છે એવું કંપની સાથે જોડાયેલા સૂત્રો કહે છે. માઈક્રોસોફ્ટના દુનિયાભરમાં 2.2 લાખ કર્મચારીઓ છે. એવામાં હવે આ સંખ્યા 5 હજાર અથવા તેથી પણ ઓછી હોઈ શકે છે. 

આ સેક્ટરને થશે સૌથી વધુ અસર
આ વખતે સૌથી વધારે સેલ્સ, કન્સલ્ટિંગ તથા એક્સબોક્સ ગેમિંગ ડિવિઝન પર આની સીધી અસર થઈ શકે છે. કંપની સાથે જોડાયેલા જે તે વિભાગ તરફથી હાલ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી પણ કંપની સાથે જોડાયેલા સૂત્રો આ અંગે સંકેત આપી ચૂક્યા છે. કેલિફોર્નિયાના મીડિયા રિપોર્ટમાંથી પણ આ અંગેની જાણકારી મળી હતી. નવું નાણાકીય વર્ષ શરૂ થાય એ પહેલા આ નિર્ણય લેવાઈ શકે છે.છેલ્લા કેટલાક સમથી કંપનીએ એઆઈ પર રોકાણ વધારી દીધુ છે. વાવડ એવા પણ મળ્યા છે કે, કંપનીએ ઓપન એઆઈની દમદાર પ્રોડક્ટ માઈક્રોસોફ્ટ પર પૈસા રોક્યા છે. કંપનીનો હેતુ નવું એઆઈ ડેટા સેન્ટર ઊભું કરીને એક નવી પ્રોડક્ટ તૈયાર કરવાનો છે. ઓપન એઆઈ સાથે ભાગીદારી આગળ વધી અને કંપની તરફથી એક પ્રોજેક્ટ નક્કી થયો તો એ પછી ઘણી નવી એઆઈ પ્રોડક્ટ કંપની લાવી શકે છે. કંપનીનું એવું માનવું છે કે, ઑપરેટિંગ ખર્ચને ઓછો કરવા માટે આ નિર્ણય લેવાયો છે. આનાથી જે ફંડ બચશે એને બીજા કોઈ સેક્ટરમાં રોકી દેવાશે.એઆઈના મોડલ અનુસાર કંપની કોઈ મોટું સાહસ કરવા માગે છે. 

કર્મચારીની સંખ્યા ઘટી જશે. 
આ કારણે જે ટીમમાં ઓટોમેશન અથવા એઆઈની મદદથી જે કામ થઈ રહ્યું છે એ જ દિશામાં કર્મચારીઓની સંખ્યા ઘટાડી રહી છે. બાકીના કોઈ સેક્ટરમાં કર્મચારીઓની છટણી અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. આવું પહેલીવાર નથી બન્યું કે, માઈક્રોસોફ્ટ કોઈ કર્મચારીને છૂટા કરી રહી છે. ગત વર્ષે પણ કંપનીએ કેટલાક સેક્ટરમાંથી કર્મચારીઓને છૂટા કરી દીધા હતા. બે તબક્કામાં કંપનીએ હજારો કર્મચારીઓની છટણી કરી હતી. એ સમયે પણ કંપનીએ એઆઈને આગળ કરીને ખર્ચ ઓછો કરવાની વાત કરી હતી. માત્ર માઈક્રોસોફ્ટની વાત નથી ઓરેકલ, લિંક્ડઈન સહિત અનેક એવી કંપનીઓએ કર્મચારીઓને છૂટા કરીને ખર્ચ બચાવી લીધો છે. એઆઈને કારણે હવે કામ કરવાની શૈલીમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ટેક કંપનીઓ હવે કોઈ કોરલાઈન પર કામ કરવા માગે છે. એવામાં એમની પ્રોડક્ટ અને જે તે સેગમેન્ટમાં ઓટોમેશનથી લઈને મશીન લર્નિગ સુધીના અભિગમ પર રોકાણ પર સારી આવક થઈ તો જે તે કર્મચારીઓને સીધી અસર થશે, એવું કંપનીઓ માની રહી છે. 

નવા વર્ષે નવા ફેરફારો
માઈક્રોસોફ્ટને અનેક એવ સેગમેન્ટમાં કંપનીએ ડાયરેક્ટ ઓટોમેશન કરવા માગે છે. કંપની સાથે જોડાયેલા સૂત્રો ત્યાં સુધી કહે છે કે, ફોર્મેટિંગ અને રિપોર્ટિંગ જેવા કામમાં હવે એઆઈ સારૂ એવું કામ આપી રહ્યું છે. જે આગાઉ ખૂબ જ જટિલ મનાતું હતું. કંપની નવા વર્ષે એક્સબોક્સ સેગમેન્ટમાં ફેરફાર કરવાની તૈયારીમાં છે. આ સેગેમેન્ટમાં કોઈ ફેરફાર થયો તો એ એઆઈને કારણે માનવામાં આવશે. આ સેગમેન્ટથી કંપની પોતાના બિઝનેસને એક નવી દિશા આપવાનામૂડમાં છે. આ કારણે તે કર્મચારીઓની ફેરબદલી પણ કરી શકે છે. હાલમાં સૂત્રો ત્યાં સુધી કહે છે કે, આવતા વર્ષે કંપની કોઈ મોટા ફેરફાર કરવા જઈ રહી છે. એમાં પણ એઆઈનું સેગમેન્ટ વધારે કામ કરશે અને કંપની કોઈ નવી પ્રોડક્ટ પણ લાવી શકે.