મુંબઈઃ બોલિવૂડની ઓલરાઉન્ડર એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરની નવી ફિલ્મ 'ઈઠા'આવી રહી છે. મરાઠી સંસ્કૃતિને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવમાં આવી સત્ય ઘટનાથી નજીકની ફિલ્મમાં શ્રદ્ધાનો એક અલગ અવતાર જોવા મળશે. મરાઠી ડ્રેસમાં શ્રદ્ધાએ એકથી એક બેસ્ટ પોઝ અને શોટ આપ્યા છે. રિપોર્ટમાંથી વિગત એવી મળી છે કે, આ પ્રોજેક્ટ પર કામ કરવા માટે ફિલ્મ શરૂ થાય એ પહેલા જ શ્રદ્ધાએ પોતાની અગાઉની ફિલ્મ 'સ્ત્રી'કરતા ત્રણગણી ફી લીધી છે. હાલમાં તો આ ફિલ્મ રિલીઝ થાય એ પહેલા જ વિવાદના વંટોળમાં ફસાઈ ગઈ છે. NCPના ફિલ્મ અને સાંસ્કૃતિક વિભાગે 'ઈઠા' ટાઈટલ સામે વાંધો ઊઠાવ્યો છે.

ફિલ્મ રિલીઝ થાય એ પહેલા જ વિવાદ
તેઓ એવું માને છે કે, આ નામ તમાશા ક્વિને આપેલા યોગદાન પર બંધ બેસતું નથી. એ મહાન મહિલાએ આપેલા યોગદાનને ન્યાય આપતું નથી. એટલું જ નહીં વિઠાબાઈનો પરિવાર પણ આ ટાઈટલ સાથે ખુશ નથી. હવે જોવાનું એ છે કે, મેકર્સ આ વાતની નોંધ લઈને ટાઈટલમાં ફેરફાર કરે છે કે એ જ રાખે છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર શ્રદ્ધાએ 'ઈઠા' ફિલ્મ માટે મસમોટી ફી લીધી છે. આ ફીની રકમ તેની અગાઉની ફિલ્મ 'સ્ત્રી' કરતા બેથી ત્રણ ગણી વધારે છે. આ ફિલ્મ માટે શ્રદ્ધાએ 15 કરોડ રૂપિયા લીધા હોવાનું માનવામાં આવે છે. આ પહેલા જે ફિલ્મમાંથી શ્રદ્ધાને સૌથી વધારે પૈસા મળ્યા હતા એ ફિલ્મ 'તુ જુઠ્ઠી મેં મક્કાર' હતી. એવું માનવામાં આવે છે કે આ ફિલ્મ માટે શ્રદ્ધાને 7 કરોડ રૂપિયા મળ્યા હતા. પાક્કા બે વર્ષ બાદ શ્રદ્ધા બિગ બજેટની મોટી ફિલ્મ સાથે સિનેમા સ્ક્રિન પર કમબેક કરી રહી છે. આ ફિલ્મમાં તે તમાશા ક્વિન વિઠાબાઈ નારાયણગાંવકરનું પાત્ર પ્લે કરી રહી છે.
શ્રદ્ધા માટે માઈલસ્ટોન સાબિત થશે?
આ ફિલ્મનું ટિઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મ માટે એક્ટ્રેસે ખૂબ જ મહેનત કરી છે. સ્ક્રિન પર તેણે કરેલી મહેનત સ્પષ્ટ દેખાઈ રહી છે. પ્રોજેક્ટ શરૂ થાય એ પહેલા જ શ્રદ્ધાએ આ ફિલ્મની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. 'તુ જુઠ્ઠી મેં મક્કાર' પછી 'સ્ત્રી-2' આવી હતી. બન્ને ફિલ્મમાં શ્રદ્ધાનો એક અલગ અંદાજ જોવા મળ્યો હતો. પ્રોડ્યુસર દિનેશ વિજનને વિશ્વાસ છે કે, વિઠાબાઈ નારાયણગાંવકરની આ બાયોપિક ફિલ્મ શ્રદ્ધાની ફિલ્મ કેરિયરમાં માઈલસ્ટોન સાબિત થઈ શકે છે. આ ફિલ્મને લઈને શ્રદ્ધાને આપવામાં આવેલી ફી અંગે ડાયરેક્ટર લક્ષ્મણ ઉત્તેકર સારી રીતે જાણે છે. જોવાનું એ છે કે ફિલ્મ રિલીઝ થાય એ પહેલા ટાઈટલ બદલાય છે કે, ફિલ્મની અંદર કોઈ પ્રકારનો ફેરફાર કરવામાં આવે છે. પોતાના આ લૂકને લઈને શ્રદ્ધાએ હજુ સુધી કોઈ વાત કહી નથી. પણ ફેન્સને શ્રદ્ધાનો આ લૂક ખૂબ જ પસંદ પડી રહ્યો છે.