Thu Jul 02 2026

Logo

કાજોલે સોશિયલ મીડિયા પર કેમ કહી દિલની વાત, જબ લોગ ઝિંદગી મેં મુશ્કિલ દૌર સે ગુજરતે હૈ...

2026-07-01 22:41:00
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ સિનિયર એક્ટ્રેસ કાજોલ પોતાના મસ્તીભર્યા અંદાજ અને બેબાક બોલી માટે જાણીતી છે. કોમેડીથી લઈને સિરિયસ કહી શકાય એવા તમામ રોલ તે પ્લે કરી ચૂકી છે. ફિલ્મના પ્રોજેક્ટ સિવાય પણ તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. સમયાંતરે જે તે ઈવેન્ટ અને પોતાની કોઈ પોસ્ટ શૅર કરીને ફેન્સને સતત અપડેટ રાખે છે. પણ કાજોલ વારંવાર એવી પોસ્ટ મૂકી દે છે જેના કારણે સતત એ ચર્ચામાં રહે છે. આ વખતે પણ કાજોલે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શૅર કરી નાંખી. આ કારણે તે ચર્ચામાં આવી ગઈ. 

અનોખો અંદાજ જોવા મળ્યો
માત્ર તસવીર જ નહીં પણ મજેદાર કેપ્શન અને અનોખા અંદાજે ફેન્સનું ધ્યાન ખેંચ્યું હતું. આ પોસ્ટમાં કાજોલે લાઈફસ્ટાઈલ સંબંધી એવી વાત કરી જેની ચર્ચા આજે દરેક ફેન્સ કરી રહ્યા છે. આ વાત ફેન્સને પણ પસંદ પડી રહી છે.ફેન્સ પણ આ પોસ્ટ પર દિલ ખોલીને કોમેન્ટ કરી રહ્યા છે. કાજોલે પોતાની એક લેટેસ્ટ તસવીર પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું હતું કે,'જબ લોગ ઝિંદગી મેં મુશ્કિલ દૌર સે ગુઝર રહે હોતે હૈ, તો હમ  આમ તૌર પર ઉનકે પ્રતિ ધ્યાન, સહાનુભૂતિ ઔર સંવેદના દિખાતે હૈ. તો ક્યો ન હમ વજન કે મામલે મેં ભી યહી નજરીયા અપનાએ' આ વાત ફેન્સને ખરેખર ગમી ગઈ હતી. મસ્તીભર્યો અંદાજ અને હળવી શૈલીમાં કટાક્ષની વાત સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહી છે. 

અન્ય એક કેપ્શને લોકોને ચોંકાવ્યા
વજન વધારવા કે ઘટાડવાને લઈને તેણે સમાજનો એક અલગ દ્રષ્ટકોણ રજૂ કર્યો હતો. ખૂબ જ હળવી શૈલીમાં તેણે આ વાત કહી હતી. આવું પહેલીવાર નથી કે, તેણે આવી કોઈ સિરિયસ વાતને હળવી શૈલીમાં કરી હોય. પોતાના કેપ્શનથી તે ઘણીવાર પોતાના ફોલોઅર્સ અને ફેન્સને હસવા માટે મજબૂર કરી દે છે. આ પહેલાના કેટલાક જૂના ફોટોમાં પણ તેણે અનેક એવા દાવા કરીને લોકોના ફેસ પર સ્માઈલ લાવી છે. 'મેં કરેલા એક અભ્યાસ મુજબ, જે લોકો મારી પોસ્ટ પસંદ કરે છે. તેઓ જેમને પસંદ નથી કરતા તેમના કરતા વધુ ખુશ, વધુ બુદ્ધિશાળી અને સુંદર હોય છે'