Tue Oct 06 2026

Logo

મહિલા હૉકીમાં ભારતની ઐતિહાસિક જીતઃ 44 વર્ષે મળ્યો ગોલ્ડ મેડલ અને ઑલિમ્પિક્સમાં સીધો પ્રવેશ

Kakamigahara   2026-10-02 18:17:00
Author: Ajay Motiwala
મહિલા હૉકીમાં ભારતની ઐતિહાસિક જીતઃ 44 વર્ષે મળ્યો ગોલ્ડ મેડલ અને ઑલિમ્પિક્સમાં સીધો પ્રવેશ

કકામિગહરા (જાપાન): એશિયન ગેમ્સના ઇતિહાસમાં ભારતની મહિલા હૉકી ખેલાડીઓએ દેશને 44 વર્ષ પછીનો પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો છે.

ભારતીય વિમેન્સ ટીમે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચીનને 1-0થી માત આપીને આ અનેરી સિદ્ધિ મેળવી છે. ભારતીય ટીમે આ શાનદાર જીત મેળવવાની સાથે 2028ની લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સમાં સીધો પ્રવેશ પણ મેળવી લીધો છે.

આ ઐતિહાસિક વિજય માટેનો એકમાત્ર ગોલ 10મી મિનિટમાં ભારત (India)ની લાલરેમસિયામીએ કર્યો હતો. આ પેનલ્ટી કૉર્નરમાં મળેલો નહીં, પણ ફીલ્ડ ગોલ (Goal) હતો અને એના પછી બેમાંથી એક પણ ટીમ ગોલ નહોતી કરી શકી.

લાલરેમસિયામીની આ 200મી મૅચ હતી જેમાં તેણે ભારતને સુવર્ણચંદ્રક અપાવ્યો. સલિમા ટેટેની ભારતીય ટીમે ગોલ વખતે તેમ જ જીત મળ્યા બાદ અસાધારણ સેલિબ્રેશન કર્યું હતું.

ભારતને આજના એક જ દિવસમાં કુલ છ ગોલ્ડ મેડલ મળ્યા.