ન્યૂ યોર્કઃ આજકાલ લોકો પોતાના ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા માટે અનોખા અંદાજમાં પ્રપોઝ કરતા જોવા મળે છે. લગ્ન માટેનું પ્રપોઝ રોમેન્ટિક હોવું જોઈએ, પરંતુ અમુક પ્રેમી-પંખીડા એટલા ગળાડૂબ પ્રેમમાં હોય છે કે તેઓ સિરિયસ સિચ્યુએશનને પણ રોમાન્સમાં પરિવર્તિત કરે છે. તાજેતરમાં અમેરિકામાં આવું જ એક અનોખું અને ક્યારેય ન જોયેલું લગ્નનું પ્રપોઝલ સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું, જેમાં એક ફાયરફાઈટરે પોતાની ગર્લફ્રેન્ડને રેસ્ક્યુ મિશનના બહાને બોલાવ્યો અને એના પછી ઘૂંટણિયે બેસીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.
Proby Proposal™️
— FDNY (@FDNY) June 29, 2026
Probationary Firefighter Jayson Ralph got down on one knee on Saturday at Family Day. All-hands were clearly operating to help ask the question.
His now fiancée, Dasia Moore, said YES! Congrats, Proby! pic.twitter.com/WucxfT9Eub
આ બનાવ અમેરિકાના ન્યૂ યોર્ક સિટી ફાયર ડિપાર્ટમેન્ટમાં ફેમિલી ડે પ્રોગ્રામની છે, જ્યાં ટ્રેનિંગ લઈ રહેલા ફાયરફાઈટર જેસને રાલ્ફે પોતાની ગર્લફ્રેન્ડ દાસિયા મૂર માટે સરપ્રાઈઝ પ્લાન કર્યું હતું, જે હવે જિંદગીભર યાદ રહેશે. વાસ્તવમાં દાસિયા મૂરને જણાવ્યું હતું કે તે એક ડેમો છે. એના પછી દાસિયાને ટ્રેનિંગ બિલ્ડિંગ પર બેસાડી અને બનાવટી આગ બતાવવાની હતી. એ વખતે ફાયરફાઈટરે જેસન રાલ્ફને દોરડાને સહારે બિલ્ડિંગથી નીચે ઉતારી હતી અને એના પછી એનું રેસ્ક્યૂ કર્યું હતું.
બચાવવામાં આવ્યા પછી તો સરપ્રાઈઝ બાકી હતું, જેવું રેસ્ક્યૂ કર્યું કે તરત જેસન રાલ્ફ અચાનક ઘૂટણિયે બેસી ગયો અને પ્રપોઝ કર્યું અને એના સાથીએ પણ લખ્યું પાછળથી મેરી મીનું બોર્ડ ઊઠાવ્યું હતું. આ નજારો જોઈને દાસિયા ઈમોશનલ થઈ ગઈ હતી અને હસતા હસતા હા કહ્યું હતું. આ શાનદાર પળને સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી લોકોએ મજાની કમેન્ટ લખી હતી.
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી લોકોએ લખ્યું હતું કે ટ્રેનિંગ કરનારા ફાયર ફાઈટર થોડી મજા પણ લઈ શકે છે તો બીજાએ લખ્યું હતું કે કપલને અઢળક શુભેચ્છાઓ. ત્રીજાએ લખ્યું હતું કે આવી પળ ક્યારેય જોઈ હશે નહીં. અનેક લોકોએ લાઈક કર્યા પછી લખ્યું હતું કે વીડિયોએ સાચે જ લોકોનું દિલ જીતી લીધું.