Wed Jul 01 2026

Logo

આ કંપનીના શેરમાં ૧૭ ટકાનો તોતિંગ કડાકો, રોકાણકારોને ભારે નુકસાન

2026-07-01 15:45:00
Author: Nilesh Waghela
Article Image

નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજાર માંડ સ્થિર થઇ રહ્યું છે એવા માહોલમાં આ ઓટોમોટિવ એન્જિનિયરિંગ સોફ્ટવેર સેગમેન્ટની કંપનીના શેરમાં એકાએક તોતિંગ કડાકો થવા સાથે માર્કેટ કેપિટલમાં મોટું ધોવાણ થવાથી શેરદીઠ રૂ. ૧૧૦થી વધુની નુકસાની ભોગવનાર રોકાણકારો આધાતમાં સરી પડ્યા છે.

આ કંપનીએ તેના બીએમડબલ્યુ અને ફોક્સવેગન જેવા યુરોપિયન ક્લાયન્ટ્સ સાથે જોડાયેલી આવકમાં અણધારી મંદીનો સંકેત આપ્યા પછી, સવારના સત્રમાં કેપીઆઇટી ટેક્નોલોજીસના શેર બુધવારે ૧૭ ટકાના જોરદાર કડાકા સાથે રૂ. ૫૫૯.૨૦ બોલાઇ જવાથી કંપનીનું માર્કેટ કેપિટલાઇઝશન રૂ. ૧૫,૪૨૧.૯૬ કરોડ પર આવી ગયું હતું. આ લખાિ રહ્યું છે ત્યારે પણ તેના શેરમાં કોઇ સુધારો જણાતો નથી.
નાણાકીય વર્ષ ૨૦૨૭ના પ્રથમ ત્રિમાસિક સમયગાળા માટે રેવેન્યૂમાં ઘટાડો થવાની ચેતવણી બાદ કેપીઆઇટી ટેક્નોલોજીસના શેરમાં ૧૭ ટકાનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો, જે મુખ્યત્વે બીએમડબલ્યુ અને ફોક્સવેગન જેવી યુરોપિયન ઓટો જાયન્ટ્સ તરફથી અણધાર્યા કાપને કારણે થવાની ધારણાં વ્યક્ત કરવામાં આવી છે.

આ તરફ માર્કેટ એનાલિસ્ટ્સે પણ અપેક્ષા કરતાં આવકમાં વધુ ઘટાડો અને નફાના માર્જિનને મોટો ફટકો ગણાવીને શેરનું મૂલ્યાંકન ઘટાડ્યું છે. જ્યારે કંપની ટૂંકા ગાળાના આંચકાને સ્વીકારે છે, ત્યારે તે નાણાકીય વર્ષ ૨૦૨૭ના ચોથા ત્રિમાસિક સમયગાળા સુધીમાં ઉત્પાદન ગતિ વધારવા સાથે નવા ક્લાયન્ટ્સ મેળવવાની ધારણાને આધારે રિકવરીની અપેક્ષા રાખે છે.
નાણાકીય વર્ષ ૨૭ ના પહેલા ક્વાર્ટરના પ્રદર્શન અંગેના પ્રારંભિક અપડેટમાં, કેપીઆઇટીએ જણાવ્યું હતું કે પાછલા કેટલાક અઠવાડિયામાં કંપનીની આવકમાં અચાનક ઘટાડો થવાને કારણ તે હવે પછીના નાણાકીય પરિણામો અગાઉની અપેક્ષાઓ કરતા સહેજ નબળા આવવાની અપેક્ષા રાખે છેે.

કંપનીએ જણાવ્યું હતું કે તે અપેક્ષા રાખે છે કે નાણાકીય વર્ષ ૨૦૨૭ના પહેલા ક્વાર્ટરમાં યુએસડી-રિપોર્ટેડ આવકમાં વાર્ષિક ધોરણે આશરે એકાદકાનો ઘટાડો થશે, જે કેટલાક યુરોપિયન મૂળ ઉપકરણ ઉત્પાદકો (ઓઇએમ) દ્વારા તેમના પોતાના નફાની ચેતવણીઓ અને નબળા વ્યવસાયિક દૃષ્ટિકોણને પગલે અચાનક પગલાં લેવાને કારણે ઉલટું થયું છે.

આ કંપનીએ તાજેતર સુધી આ અસરને અણધારી ગણાવી હતી, પરંતુ તેને ટૂંકા ગાળાની ઘટના તરીકે વર્ણવી હતી જે સમય જતાં વધુ આઉટસોર્સિંગ અને ઓટોમેશનને તેના માર્ગે આગળ ધપાવી શકે છે, એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો.