Thu Jul 02 2026

Logo

ભૂકંપના ડર વચ્ચે વેનેઝુએલામાં આકાશ લોહી જેવું લાલ કેમ થઈ ગયું? સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

Caracas   2026-07-02 17:07:00
Author: Mumbai Samachar Team
Article Image

કારાકાસઃ વેનેઝુએલામાં ભયાનક ભૂકંપ આવ્યા બાદ સર્વત્ર ભયાનક તારાજીના દ્રષ્યો જોવા મળ્યા હતા. કુદરત જાણે આ દેશ પર રૂઠી હોય એવું જોવા મળે છે. હવે વેનેઝુએલા સહિત અનેક એવા કેરેબિયન દેશમાં આકાશ અચાનક લાલચોળ થઈ જતા લોકો ભયભીત થઈ ગયા હતા. આ લાલ રંગના સૂર્યાસ્તને વૈજ્ઞાનિક ભાષામાં 'કેડિલાઝો' કહેવામાં આવે છે. વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં એક એવો નજારો જોવા મળ્યો, જેનાથી લોકોનો ભૂકંપ પછીનો ભય પણ બેવડાઈ ગયો. આ સમગ્ર ઘટનાના વિડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ થતા અનેક વાત થવા લાગી. ભૂકંપનો માર સહન કર્યા બાદ અચાનક વેનેઝુએલાનું આકાશ લાલચોળ થતા લોકો ચિંતામાં મૂકાઈ ગયા હતા. 

આ કારણે લાલચોળ થયું આકાશ

કોઈએ આને કોઈ મોટો ચમત્કાર ગણાવ્યો હતો તો કોઈએ કહ્યું હતું કે આ તો આફતના સંકેતો છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજીએ તો આની પાછળ કોઈ રહસ્ય નહીં પણ સામાન્ય પ્રાકૃતિક પ્રક્રિયા છે. આ સમગ્ર ઘટના પર હવામાન નિષ્ણાંતો જણાવે છે કે, આની પાછળ કોઈ રહસ્ય, ગુપ્ત હથિયાર, આફતના સંકેત કે દૈવીય સંકેત નથી. આ એક પ્રાકૃતિક પ્રક્રિયા છે, જ્યારે હવામાં રહેલા મોટી સંખ્યામાં રજકણો વધુ પડતા પ્રભાવી બની જાય અને હવામાં ફંગોળાય છે ત્યારે વાતાવરણમાં પલટો આવે છે. 

આવું થવાનું પ્રાકૃતિક માનવામાં આવે છે. આની પાછળ કોઈ દૈવી શક્તિ કે ચમત્કાર નથી. 30 જૂનના આકાશ સંપૂર્ણપણે લાલચોળ જોવા મળ્યું હતું. ભૂંકપથી ડરેલા લોકો આ જોઈને વધુ ડરી ગયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર શૅર થતા અનેક લોકોએ આના પર કમેન્ટ કરી હતી. નિષ્ણાંતો કહે છે કે, આ કોઈ એવી અલૌકિક ઘટના નથી. 

ઓરોરા લાઈટ સાથે કંઈ લેવાદેવા નથી

સૂરજની રોશનીથી ધરતી પર અનેક એવા રંગો બને છે, જ્યારે આવી રોશની પૃથ્વીના વાયુમંડળમાં એક સાથે પ્રવેશ કરે છે એ સમયે હવામાં રહેલા ધૂળના રજકણ અને ધૂળ એકબીજા સાથે પ્રચંડ વેગ સાથે અથડાય છે. આ કારણે લીલા રંગનો પ્રકાશ વધારે પ્રમાણમાં પેદા થાય છે. જ્યારે લાલ અને નારંગી રંની રોશની આપણી આંખ સુધી સરળતાથી પહોંચી જાય છે. નાના કણથી પેદા થતી લીલા રંગની રોશની સામાન્ય રીતે ખૂબ જ ધ્યાનથી જોઈએ તો જ ખબર પડે છે. 

આ જ કારણે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે આકાશ સામાન્ય કરતા વધુ લાલ લાગે છે. આવું જ વેનેઝુએલામાં થયું હતું. કેટલાક લોકોએ આ ઘટનાની તુલના સ્કેડિનેવિયાઈ દેશમાં જોવા મળતી ઓરોરા લાઈટ્સ સાથે કરી નાંખી. પણ ત્યાંની ઘટના અને અહીંયા લાલચોળ થયેલું આકાશ બન્ને અલગ છે. ઓરોરા સૂર્ય તરફથી આવતા આવેશિત કણ અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના કારણે પેદા થાય છે. કારાકાસમાં જે લાલ આકાશ જોવા મળ્યું હતું, એમાં આ ઘટના સાથે કોઈ સીધો સંબંધ નથી. 

સામાન્ય પ્રાકૃતિક ઘટના

વાત કોઈ ચુંબકીય ક્ષેત્રની અહીંયા નથી. નિષ્ણાંતોએ જણાવ્યું કે, આફ્રિકાના રણ પ્રદેશણાં જ્યારે પ્રચંડ માત્રામાં ધૂળ ઉડે છે એના કારણે દર વર્ષે ગરમીમાં સહારામાંથી ઉડતી ધુળના કણો એટલાન્ટિક મહાસાગર પાર કરીને વેનેઝુએલા સુધી પહોંચી જાય છે. આ ધૂળ અંદરો અંદર ટકરાય છે અને રોશની પેદા થાય છે જે ખૂબ જ નરી આંખે દેખાય છે. 

ધૂળની સાથે કેટલોક કાટમાળ પણ અહીં સુધી પહોંચે છે. કાળમાળના કણ અહીં આવીને હવામાં વધારે ભળી જાય છે. પણ આની અસર સિમિત થાય છે. એવામાં વેનેઝુએલામાં સાંજના સમયે સૂર્યનો પ્રકાશ પ્રચંડ માત્રામાં પડી રહેતા આકાશ લાલ રંગનું જોવા મળ્યું  હતું. આને એક પ્રાકૃતિક ઘટના માનવામાં આવે છે, આની પાછળ કોઈ એવો ચમત્કાર નથી કે અન્ય દેશમાં જોવા મળતા નાઈટલાઈટ સાથે કોઈ સંબંધ નથી.