મુંબઈઃ મોડેલ અને કલાકાર પ્રોતિમા બેદીનું નામ આજની યુવા પેઢી કદાચ નહીં જાણતી હોય પણ એક સમયમાં તેણે બોલ્ડ સીન આપીને ચોંકાવી દીધા હતા. બોલ્ડ વ્યક્તિત્વ અને બેબાક બોલી માટે જાણીતી હતી. ક્યારેય રૂઢિચુસ્ત સામાજિક ધોરણોને તેમના જીવન પર હાવી થવા દીધા નહીં. પરિણામે, તેનું નામ વારંવાર વિવિધ વિવાદો સાથે જાડાયેલું રહ્યું. પ્રોતિમાએ 1970 ના દાયકામાં મોડેલિંગની દુનિયામાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને ઝડપથી એક અલગ ઓળખ સ્થાપિત કરી. આખરે તેમણે ગ્લેમર ઉદ્યોગને અલવિદા કહી દીધું અને શાસ્ત્રીય નૃત્ય તરફ વળી. તેમણે પોતાનું આખું જીવન ઓડિસી નૃત્યને સમર્પિત કર્યું આ પ્રક્રિયામાં નોંધપાત્ર લોકોનું ધ્યાન ખેંચ્યું.

શા માટે બીચ પર નગ્ન અવસ્થમાં દોડી?
એક્ટ્રેસ પ્રોતિમા બેદી હવે આ દુનિયામાં નથી. માત્ર 49 વર્ષની ઉંમરે તેમના જીવનનો દુ:ખદ અંત આવ્યો. વર્ષ 1998 માં કૈલાશ માનસરોવર યાત્રા દરમિયાન ઉત્તરાખંડના પિથૌરાગઢ જિલ્લાના માલપા ક્ષેત્રમાં એક વિશાળ ભૂસ્ખલનમાં ફસાઈ જવાથી તેમણે પોતાનું જીવન ગુમાવ્યું. આ દુર્ઘટના પછી તેમનો મૃતદેહ ક્યારેય મળી શક્યો નહીં. એક મુલાકાતમાં, તેમની પુત્રી પૂજા બેદીએ જણાવ્યું હતું કે, પ્રોતિમા હંમેશા ઈચ્છતી હતી કે તેમના અંતિમ ક્ષણો આવે ત્યારે તેઓ પ્રકૃતિના ખોળામાં રહે. યોગાનુયોગ, તેમના જીવનનો અંતિમ તબક્કો ખરેખર હિમાલયની ખીણો અને પર્વતો વચ્ચે વિતાવ્યો. વર્ષ 1974માં પ્રોતિમા મોટા વિવાદનો વિષય બની હતી. આ સમય દરમિયાન, તેણે એક એવું પગલું ભર્યું જે કરવાની હિંમત કોઈ એક્ટ્રેસમાં ન હોય. મુંબઈના જુહુ બીચ પર નગ્ન થઈને દોડી ગઈ.અહેવાલોમાંથી જાણવા મળે છે કે, આ એક મેગેઝિન માટે પ્રચાર ઝુંબેશનો ભાગ હતો. પરિણામે તે સૌથી વિવાદાસ્પદ અભિનેત્રીઓમાંની એક તરીકે જાણીતી બની.

કબીર બેદી સાથે લગ્ન કર્યા હતા
ત્યારબાદ કબીર બેદી સાથે લગ્ન કર્યા અને આ દંપતીને બે બાળકો થયા. એક પુત્ર અને એક પુત્રી. જોકે અજ્ઞાત કારણોસર, તેમના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં, અને 1974માં તેમના છૂટાછેડા થયા. એક મુલાકાતમાં, તેના પતિએ ખુલાસો કર્યો કે તેમના સંબંધને બચાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. અહેવાલમાંથી જાણવા મળ્યું હતું કે, તેના પતિને આશા હતી કે આ નિર્ણયથી તેમના સંબંધોમાં સુધારો થશે, પરંતુ એવું થયું નહીં અને આખરે તેઓ અલગ થઈ ગયા. ઘટનાઓનો ખરેખર આઘાતજનક વળાંક પાછળથી આવ્યો જ્યારે તેમના પુત્ર, સિદ્ધાર્થ બેદીએ આત્મહત્યા કરી.એક મેગેઝિનના પ્રચાર માટે તેણે લીધલું પગલું ખરેખર ચોંકાવનારૂ ત્યારે પણ હતું અને આજે પણ છે.