Thu Jul 02 2026

Logo

આણંદ જિલ્લામાં 9  સ્થળોએ જમીન દફતર નિરીક્ષકની કચેરીઓ શરૂ થતાં જિલ્લા મથકના ધક્કાથી મળશે મુક્તિ

2026-07-02 21:39:00
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:
આણંદ જિલ્લાના નાગરિકોની સુવિધામાં વધારો કરતા ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જિલ્લામાં જમીન દફતર નિરીક્ષકની 9 નવી તાલુકા કક્ષાની કચેરીઓ નવા સરનામે કાર્યરત કરવામાં આવી છે. જેનાથી લોકોની કામગીરી હવે તાલુકા કેન્દ્ર પર જ થશે અને જિલ્લા મથક સુધીના ધક્કાથી રાહત મળશે. 

મહેસૂલ વિભાગના આ નિર્ણયને કારણે સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિ મુજબ ઉદભવતા પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ આવશે. આ નવી વ્યવસ્થા અંતર્ગત આણંદ શહેર ખાતે જમીન દફતર નિરીક્ષકની કચેરી પ્રથમ માળ અને ચોથા માળે જુના જિલ્લા સેવા સદન, બોરસદ ચોકડી પાસે, આણંદ ખાતે, આણંદ ગ્રામ્યની કચેરી જૂના જિલ્લા સેવા સદન, બોરસદ ચોકડી ખાતે રૂમ નંબર 128 ખાતે, ઉમરેઠની સીટી સર્વે કચેરી, નગરપાલિકાની સામે, કોર્ટ કમ્પાઉન્ડમાં ઉમરેઠ, બોરસદની કચેરી તાલુકા સેવા સદનના બીજા માળે સ્વામિનારાયણ મંદિરની બાજુમાં, આંકલાવમાં સીટી સર્વે કચેરી, કેશવપુરા દૂધ મંડળીની બાજુમાં, આણંદ- ઉમેટા રોડ આંકલાવ, પેટલાદમાં સાઈનાથ રોડ પરના તાલુકા સેવા સદનના બીજા માળે, સોજિત્રામાં પોલીસ સ્ટાફ ક્વાર્ટર્સની બાજુમાં, ખંભાત તાલુકા માટે ત્રણ દરવાજા સ્થિત તાલુકા સેવા સદનના બીજા માળે અને તારાપુર તાલુકા માટે બસ સ્ટેન્ડ પાછળ, તળાવ સામે, સીટી સર્વે કચેરી નવા સરનામે જમીન દફતર નિરીક્ષકની કચેરીઓનો વિધિવત પ્રારંભ થયો હતો.