નવી દિલ્હી: દિલ્હીમાં જંતર મંતર નજીક ફરી એક વાર પોલીસ અને દેખાવકારો વચ્ચે ઝડપ થઈ હતી. મળતી માહિતી મુજબ ભીડને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કરી ટીયર ગેસના સેલ છોડ્યા છે. જયારે દેખાવકારોએ પોલીસ પર પથ્થરમારો કર્યો છે. જેમાં અનેક પોલીસ કર્મીઓ અને આરએએફના જવાનો ઇજાગ્રસ્ત થયા છે.
પોલીસ કર્મીઓ અને આરએએફના જવાનો ઇજાગ્રસ્ત
તેમજ હાલ આ સ્થળે મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. દિલ્હી પોલીસે જંતર-મંતર પર એક મોબાઇલ કમાન્ડ એન્ડ કંટ્રોલ વાહન તૈનાત કર્યું છે.
जंतर मंतर को युद्ध का मैदान बनाना चाह रही है सरकार…
— Mamta Tripathi (@MamtaTripathi80) July 22, 2026
आज जंतर मंतर पर RAF ने रात में फिर से आसूं गैस छोड़ी और लाठी चलाई..
लड़के भी भिड़ गए और पुलिस वालों की लाठी छीनकर उनको ही मारने लगे…
रात 9.00 बजे pic.twitter.com/P0WoiQSXvx
સવારે 6 વાગ્યા સુધી ઇન્ટરનેટ બંધ
આ ઉપરાંત સરકારે ટેલિકોમ ઓપરેટરોને મધ્ય દિલ્હી વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવા જણાવ્યું છે. જેમાં જંતર-મંતરના 1.5 કિલોમીટરના ત્રિજ્યામાં આજે સાંજે 6 વાગ્યાથી કાલે સવારે 6 વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
પોલીસ એસીપી વિવેક ભગત પર હુમલો
આ ઉપરાંત ટોલ્સટોય માર્ગ અને જનપથ ક્રોસિંગ પર પ્રદર્શનકારીઓ હિંસક બન્યા હતા. તેમણે કનોટ પ્લેસ ખાતે તૈનાત પોલીસ એસીપી વિવેક ભગત પર હુમલો કર્યો હતો. આ હુમલામાં તેમને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમને આરએમએલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Five to six police jawans were conducting routine patrols near the protest location.
— ARIKA🇮🇳🚩 (@nidhisj2001) July 22, 2026
A mob of rioters seized the opportunity to assault the officers seeing them in less numbers.
The RAF intervened and fired tear gas shells to disperse the RIOTERS in self-defense. pic.twitter.com/swBRJw6eNr
દિલ્હી પોલીસે અત્યાર સુધીમાં 10 એફઆઈઆર નોંધી
આ ઉપરાંત સંસદ કૂચ દરમિયાન થયેલી હિંસાના સંદર્ભમાં દિલ્હી પોલીસે અત્યાર સુધીમાં 10 એફઆઈઆર નોંધી છે. પોલીસે જણાવ્યું હતું કે સંસદ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં ચાર અને કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં ત્રણ એફઆઈઆર નોંધવામાં આવી છે. વધુમાં, મંદિર માર્ગ, બરખંભા રોડ અને કર્તવ્ય પથ પોલીસ સ્ટેશનમાં એક-એક એફઆઈઆર નોંધવામાં આવી છે.