નવી દિલ્હીઃ બુધવારે, તા.20 જુલાઈના રોજ દિલ્હી હાઈકોર્ટે પોલીસે લીધેલા વિરોધ કરનારા વિરુદ્ધના પગલાં અંગેની અરજી પર સુનાવણી કરી હતી.એડિશનલ સોલિસિટર જનરલ (ASG) SV રાજુએ સરકારનો પક્ષ રજૂ કર્યો.આ સુનાવણી દરમિયાન તેમણે દલીલ રજૂ કરી કે, જો હિંસા થાય છે, તો પોલીસ કાર્યવાહી કરવા માટે બંધાયેલી છે. નવી દિલ્હીમાં યુવાનો પર થયેલા લાઠીચાર્જ અને સંઘર્ષણ મુદ્દે કોર્ટમાં લાંબી દલીલ ચાલી હતી. જેને લઈને વકીલે સરકાર તરફથી સ્પષ્ટતા કરી હતી. કેન્દ્ર વતી દલીલો શરૂ કરતા, ASG SV રાજુએ જણાવ્યું હતું કે,જેને 'કહેવાતા શાંતિપૂર્ણ વિરોધ' કહેવામાં આવી રહ્યો હતો તે શાંતિપૂર્ણ રીતે થયો નથી.
વિડિયો એવિડન્સ છે
એવા વિડિયો પુરાવા છે જે દર્શાવે છે કે, અનેક પોલીસ કર્મચારીઓ આ ઘર્ષમાં ઘાયલ થયા હતા. ભીડ બેકાબૂ બની ગઈ હતી અને હિંસા કરવામાં આવી હતી.આ કારણે પોલીસે એક્શન લેવાનો વારો આવ્યો હતો.આવી હિંસાને કોઈ કાળે મંજૂરી આપી શકાતી નથી. એવા વીડિયો પણ છે જેમાં ટોળાને પથ્થરમારો કરતા દર્શાવવામાં આવ્યા છે. અરજદાર પાસે કોઈ વિડિયો પુરાવા હોય, તો તેઓ સંબંધિત અધિકારીઓને ફરિયાદ કરી શકે છે.હકીકત એવી પણ છે કે, સ્થળ પર સ્થિતિને કાબુ કરવા માટે પોલીસે એક્શન લીધું હતું, લાઠીચાર્જ કર્યો અને ટીયરગેસને સેલ ફાયર કર્યા હતા. દિલ્હી હાઈકોર્ટે તા.18 જુલાઈના રોજ દિલ્હીમાં સંસદ તરફ કૂચ દરમિયાન પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ અને સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી બળજબરીથી દૂર કરવા અંગેની અરજી પર સુનાવણી કરી. મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર ઉપાધ્યાય અને ન્યાયાધીશ તેજસ કારિયાની બનેલી બેન્ચ આ મામલાની સુનાવણી કરી રહી છે. એડવોકેટ એન. હરિહરને આ ઘટના અંગે અરજદારની દલીલો કોર્ટ સમક્ષ રજૂ કરી હતી.
નોટિસ જાહેર કરી દીધી
આ દરમિયાન, દિલ્હી હાઈકોર્ટે સમગ્ર મામલા અંગે દિલ્હી પોલીસને નોટિસ જાહેર કરી છે, જેમાં ચાર અઠવાડિયામાં જવાબ માંગવામાં આવ્યો છે. અરજદાર આગામી ચાર અઠવાડિયામાં પોલીસના જવાબનો જવાબ દાખલ કરશે. આગામી સુનાવણી તા.11 સપ્ટેમ્બરના રોજ થવાની છે. હાઈકોર્ટે દિલ્હી પોલીસને કેમેરા ફૂટેજ અને સીસીટીવી ફૂટેજ સાચવવાનો પણ નિર્દેશ આપ્યો છે. આ અંગેનો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. ASG રાજુએ ટિપ્પણી કરી હતી કે, એવું લાગે છે કે, આ અરજી પ્રચાર માટે દાખલ કરવામાં આવી છે. તેમાં એવા વ્યક્તિઓ સામેલ છે જે ખૂબ પ્રચાર કરવા ઇચ્છે છે. તેને ફગાવી દેવી જોઈએ. ઘાયલ પોલીસ કર્મચારીઓ દર્શાવતા વિડિયો આપણી છે. કહેવાતા શાંતિપૂર્ણ વિરોધ કરનારા કોઈ શાંતિપૂર્ણ રહ્યા નહીં. પોલીસ અને પોલીસના વાહનોને નુકસાન થયું હતું, જ્યારે ભીડ બેકાબૂ બને છે ત્યારે FIR નોંધવામાં આવે છે. જો હિંસા ફાટી નીકળે છે, તો પોલીસને કાર્યવાહી કરવાની ફરજ પડે છે.