(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ શિકાગો ખાતે ગઈકાલે સોયાતેલના વાયદામાં 135 સેન્ટનો સુધારો આવ્યો હોવાના ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલને ધ્યાનમાં લેતા આજે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં સોયા રિફાઈન્ડના ભાવમાં 10 કિલોદીઠ રૂ. પાંચનો સુધારો આવ્યો હતો. તેમ જ આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં સાધારણ નવ રિંગિટનો સુધારો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં મોહર્રમની જાહેર રજાને કારણે બૅન્કો બંધ હોવાથી કામકાજો પાંખાં રહેતાં આયાતી તેલમાં આરબીડી પામોલિનના ભાવ 10 કિલોદીઠ રૂ. 10 ઘટી આવ્યા હતા અને સન રિફાઈન્ડમાં ટકેલું વલણ રહ્યું હતું.
વધુમાં આજે ગુજરાતમાં રાજકોટ મથકે સિંગતલેમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને દેશાવરોની માગ નિરસ રહેતાં તેલિયા ટીનના વેપાર 15 કિલોદીઠ રૂ. 20ના ઘટાડા સાથે રૂ. 2460માં અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 10ના ઘટાડા સાથે રૂ. 1540માં થયાના અહેવાલને ધ્યાનમાં લેતા સ્થાનિકમાં પણ દેશી તેલમાં સિંગતેલ અને કપાસિયા રિફાઈન્ડના ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. 20 અને રૂ. 10નો ઘટાડો આવ્યો હતો. |
આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે 10 કિલોદીઠ એડબ્લ્યુએલના આરબીડી પામોલિનના રૂ. 1440, સોયા રિફાઈન્ડના રૂ. 1430 અને સન રિફાઈન્ડના રૂ. 1640, ગોકુલ એગ્રોના સોયા રિફાઈન્ડના રૂ. 1450 અને સન રિફાઈન્ડના રૂ. 1640થી 1645, રિલાયન્સ ક્નઝ્યુમર પ્રા.લિ.નાં સોયા રિફાઈન્ડના જુલાઈ અને ઑગસ્ટ ડિલિવરી શરતે રૂ. 1450 અને સન રિફાઈન્ડના રૂ.
1660, પતંજલિ ફૂડ્સના આરબીડી પામોલિનના રૂ. 1450 અને જી-વનના આરબીડી પામોલિનના રૂ. 1461 અને સોયા રિફાઈન્ડના રૂ. 1451 ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપાર નહોતા. વધુમાં આજે ગોકુલ એગ્રોની સોયા રિફાઈન્ડમાં બાયબૅકમાં જૂન, જુલાઈ અને ઑગસ્ટ ડિલિવરીના કોન્ટ્રાક્ટમાં અનુક્રમે રૂ. 1407, રૂ. 1412 અને રૂ. 1417માં લેવાલી નીકળી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ગ્ુુુુાજરાતમાં ગોંડલ મથકે સિંગતેલના વેપાર 10 કિલોદીઠ રૂ. 1525થી 1550માંં, વૉશ્ડ કૉટનના રૂ. 1460માં અને કપાસિયા રિફાઈન્ડના રૂ. 1505થી 1510માં થયા હતા, જ્યારે રાજકોટનાં મથકો પર આજે સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર 15 કિલોદીઠ રૂ. 2480માં અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 1550માં ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા. વધુમાં આજે રાજકોટ મથકે 2600 ગૂણી મગફળીની આવક સામે વેપાર મણદીઠ રૂ. 1200થી 1550માં થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
હાજર બજારમાં આજે 10 કિલોદીઠ આરબીડી પામોલિનના ભાવ રૂ. 1450, સોયા રિફાઈન્ડના રૂ. 1460, સન રિફાઈન્ડના રૂ. 1650, સિંગતેલના રૂ. 1580 કપાસિયા રિફાઈન્ડના રૂ. 1530 અને સરસવના રૂ. 1630ના મથાળે રહ્યા હતા.