Thu Jul 02 2026

Logo

મિર્ઝાપુર ફિલ્મની સ્ટોરીને લઈને એક્ટર અલી ફઝલે કરી દીધી સ્પષ્ટતા, વાર્તા અંગે ફોડ પાડીને ફેન્સને ડિટેઈલ્ડ કહી

2026-07-02 19:44:00
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ વેબ સિરીઝ મિર્ઝાપુરની યુવાવર્ગ એક અસર જોવા મળી હતી. હવે મિર્ઝાપુર નામની ફિલ્મ આવી રહી છે. બિગ સ્ક્રિન પર ફરી એકવાર ડ્રગ્સ, ડ્રામા અને સત્તાના સમીકરણ જોવા મળશે. વેબસિરીઝમાં જે પાત્રોએ એક અસર ઊભી કરી હતી એ તમામ પાત્રો ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. 4 સપ્ટેમ્બરના રોજ આ ફિલ્મ બિગ સ્ક્રિન પર આવી રહી છે. આ વખતે ફિલ્મમાં કેટલાક નવા ચહેરા જોવા મળશે. પણ એકવાત એ નક્કી છે કે, આ ફિલ્મ વેબસિરીઝ કરતા ઘણી અલગ છે. વેબ સિરીઝ જોયા બાદ ફેન્સ હવે આ ફિલ્મમાં નવું શું હશે એ અંગે ચર્ચા કરી રહ્યા છે. આ ફિલ્મ સપ્ટેમ્બર મહિનામાં આવી રહી છે. 

અલીએ શું કહ્યું આ ફિલ્મ વિશે?
ટીઝર સામે આવ્યા બાદ ફેન્સ મુન્નાભૈયા પર સૌથી વધારે ચર્ચા કરી રહ્યા છે. ટીઝર સામે આવ્યા બાદ ફરીવાર વેબસિરીઝમાં જોવા મળેલા પાત્રો અને તેની પંચલાઈન્સ તાજા થઈ ગઈ હતી. ખાસ વાત એ છે કે, નવા ચહેરા જે વેબસિરીઝમાં ન હતા એને પણ આ ફિલ્મમાં સ્થાન આપવામાં આવ્યું છે. રવિ કિશન અને જિતેન્દ્ર કુમારની આ ફિલ્મમાં એન્ટ્રી થઈ ગઈ છે. ગુડ્ડુ પંડિત-અલી ફઝલે આ અંગે હવે મહત્ત્વની વાત શૅર કરી દીધી છે. ગુડ્ડુ પંડિતે કહ્યું કે, વેબસિરીઝના કોઈ પણ સીન સાથે આ ફિલ્મને કંઈ લેવાદેવા નથી. આ ફિલ્મના ટીઝરને ખૂબ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. ઘણા લોકો આ ફિલ્મને વેબસિરીઝ સાથે ક્નેકટ કરી રહ્યા છે જેમાં ખરેખર એવું છે નહીં. દરેક યુવા પોતાના ફેવરીટ પાત્ર અંગે ચર્ચા કરી રહ્યું છે. ફિલ્મના મુખ્ય પાત્ર અલી ફઝલે એક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, વેબસિરીઝ અને ફિલ્મ એકબીજાથી ઘણી અલગ છે. ફિલ્મમાં જે વાર્તા છે એ વેબસિરીઝથી ઘણી અલગ છે. આ એક નવી વાર્તા છે. આ ફિલ્મ વેબસિરીઝ કરતા ઉપરના લેવલની ફિલ્મ છે. 

પહેલીવાર આવું બન્યું 
લોકો એકવાર ફિલ્મ જોશે એ પછી ફિલ્મને અવશ્ય પસંદ કરશે. આવું પહેલીવાર થઈ રહ્યું છે કે, પહેલા વેબસિરીઝ આવી અને એ જ વિષય પર હવે ફિલ્મ આવી છે. પણ હવે કોઈપાસે એનો રેફરન્સ પોઈન્ટ નથી એટલે આવું માની શકાય છે. મિર્ઝાપુર વેબસિરીઝની સીઝન3-4 અથવા એ પછી કોઈ પણ સીઝનથી ફિલ્મનું કોઈ ક્નેક્શન જ નથી. આમાં ઘણા એવા નવા એક્ટર્સ પણ જોવા મળશે. શરૂઆતમાં એવું લાગશે કે વેબસિરીઝની પહેલી સીઝન ચાલી રહી છે. પણ બિગ સ્ક્રિન પર કોઈ ફિલ્મ આવે એટલે ઘણી વસ્તુઓ બદલતી હોય છે. એક્ટરની વાત પણ સાચી છે. જે રીતે ટીઝરમાં જોવા મળે છે એના પરથી કહી શકાય કે, ફિલ્મમાં કંઈક નવું છે. કારણ કે નવા પાત્રીની એન્ટ્રી જોવા મળી રહી છે. વેબ સિરીઝના પહેલા અને બીજા ભાગને દમદાર રીસપોન્સ મળ્યો હતો. પણ જ્યારે સીઝન 3 આવી એ સમયે ફેન્સ થોડા નિરાશ થયા હતા. 

ફેન્સ કેમ નિરાશ થયા?
કારણ કે, એ પછી મુન્ના ભૈયાનું પાત્ર ત્યાં ખતમ થઈ જતું હતું. એવામાં ફેન્સનું એવું માનવું હતું કે, મુન્નાભૈયાનું કમબેક હોવું જોઈએ. જ્યાં લોકો ચોથી સીઝનનું એલાન થાય એવી રાહ જોઈને બેઠા હતા ત્યાં ડાયરેક્ટ ફિલ્મ આવી ગઈ. જોવાનું એ રહે છે કે, ફિલ્મને વેબસિરીઝ કરતા કેટલા અંશે અલગ તૈયાર કરવામાં આવી છે. પાત્રો જુના છે અને પ્લોટ પણ સરખો જ છે તો પછી નવું શું છે? અલીએ ઉમેર્યું કે, ઘણી સારીવાત કહેવાય કે, મિર્ઝાપુર શૉ લોકોને ગમ્યો હતો. એ લોકોનો શૉ બની ગયો. મને આશા છે કે, મિર્ઝાપુર જોવા માટે લોકો થિયેટર સુધી જશે. એક બેસ્ટ ફિલ્મ બનાવવા માટે જે કંઈ પણ કરવું પડે એ બધી વસ્તુ અમે કરી હતી. આ એકદમ ફ્રેશ કોન્ટેટ છે. જેને લોકો માટે તૈયાર કરવામાં આવ્યું છે. હકીકત એવી પણ છે કે, ટીઝરમાં જ ડ્રગ્સ અને ડ્રામાની વાત સાથે રાજનીતિના સમીકરણ દેખાડવામાં આવ્યા છે. જેના પર અગાઉ સિરીઝ ટકી હતી.