Wed Apr 29 2026

Logo

બંગાળ ચૂંટણી: ક્યાંક હિંસા તો ક્યાંક EVM સાથે છેડછાડ! ભાજપ-ટીએમસી વચ્ચે આરપારની લડાઈ

2026-04-29 13:43:00
Author: Vimal Prajapati
Article Image

કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાના મતદાનમાં લોકો ઉત્સાહ સાથે મતદાન કરી રહ્યાં છે. સવારે 11 વાગ્યા સુધીમાં 40 ટકાથી પણ વધારે લોકોએ મતદાન કરી લીધું છે. આ રેકોર્ડ બ્રેક મતદાન દરમિયાન ક્યા ઈવીએમ ખરાબ થયાં તો ક્યાંક મારામારી અને ક્યાક મતદારોને ધમકાવવામાં આવ્યાં હોવાનું પ્રકાશમાં આવ્યું છે. કેટલીક જગ્યાએ ઈવીએમમાં ભાજપના બેટનને બ્લોક કરી દેવામાં આવ્યું હોવાના પણ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે. ચાલો દરેક ઘટનાની વિગતે ચર્ચા કરીએ...

ભાજપના નામને ટેપ ચોંટાડી ઢાંકી દેવામાં આવ્યું!

સૂત્રોના જણાવ્યાં પ્રમાણે ડાયમંડ હાર્બર વિસ્તારના એક બૂથ પર ભાજપના નામને ટેપ ચોંટાડી ઢાંકી દેવામાં આવ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. લાખોની સંખ્યામાં સુરક્ષા કર્મીઓ તૈનાત કરવામાં આવ્યાં હોવા છતાં પણ આવી ધાંધલી જોવા મળી છે. આનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આક્ષેપ એવો છે કે, જો હાર્બર વિસ્તારમાં આવું થઈ રહ્યું છે તો અન્ય સ્થળોએ પણ તપાસ કરવી જોઈએ.

પશ્ચિમ બંગાળના ચૂંટણી કમિશનરે શું નિવેદન આપ્યું?

આ અંગે પશ્ચિમ બંગાળના ચૂંટણી કમિશનર દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે કે, ‘જો કોઈ બટન પર ટેપ લગાવવામાં આવી હોવાના અહેવાલો પ્રાપ્ત થાય છે, તો આવા અહેવાલોની ચકાસણી કરવામાં આવશે અને તેની યોગ્ય નોંધ લેવામાં આવશે. જો તે સાચું જણાશે, તો તે બૂથ પર ફરીથી મતદાન કરવામાં આવશે’.

ટીએમસી કાર્યકર્તાઓએ જીવલેણ હુમલો કર્યાનો આક્ષેપ

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સાઉત 24 પરગણામાં મતદાન દરમિયાન હંગામો થયો છે. જેમાં ભાજપના ઉમેદવાર વિકાસ સરદાર પર ટીએમસી કાર્યકર્તાઓ પર જીવલેણ હુમલો કર્યો હોવાનો આક્ષેપ લાગ્યો છે. ભાજપના ઉમેદવારે આરોપ લગાવ્યો કે, ટીએમસીના કાર્યકર્તાઓએ તેમની ગાડી તેડી નાખી અને સુરક્ષા કર્મીની ગન પણ છીનવી લીધી છે. બંગાળમાં ચૂંટણી વચ્ચે હિંસા ભડકી રહી હોય તેવો માહોલ સર્જાયો છે. 

આક્ષેપો સામે મમતા બેનર્જીએ પણ આરોપ લગાવ્યો છે. મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ ભાજપ પર આરોપ લગાવ્યો છે. આરોપ એવો છે કે, ટીએમસીના કાર્યકર્તાઓને ભાજપ દ્વારા મારવામાં આવ્યાં છે. ગતરાત્રે ટીએમસી કાર્યકર્તાઓને મારવામાં આવ્યાં હોવાનો આરોપ લગાવ્યો છે. 

હાવડામાં ચાલુ મતદાન દરમિયાન હંગામો અને હિંસક અથડામણના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. હાવડામાં એક મતદાન મથક પર EVM માં ખામી સર્જાતા હોબાળો મચી ગયો હતો. બગડતી પરિસ્થિતિને જોતા સુરક્ષા દળોએ બેકાબૂ ભીડને વિખેરીને મામલો શાંત પાડ્યો હતો. હાવડાના બાલીમાં એક બૂથ પર, EVM માંથી તણખા નીકળતા જોવા મળ્યા, જેના કારણે એક રાજકીય પક્ષના સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો. 

નાદિયામાં ભાજપના એજન્ટ પર જીવલેણ હુમલો

સૂત્રોના જણાવ્યાં પ્રમાણે પશ્ચિમ બંગાળની ચૂંટણી દરમિયાન નાદિયામાં આજે સવારે એક ભાજપના એજન્ટ પર હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ હુમલામાં ભાજપના એજન્ટને ગંભીર ઈજાઓ પહોંચી હોવાની તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.  ભાજપના એક બૂથ એજન્ટને લાકડીઓ અને સળિયાથી માર મારવામાં આવ્યો હતો, જેના કારણે તેના માથામાં ગંભીર ઈજા થઈ હતી. ભાજપના ઉમેદવાર સૈકત સરકારે ટીએમસી કાર્યકરો પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે.