Tue Jan 27 2026

Logo

White Logo

યુએસ સત્તાવાર રીતે WHO માંથી બહાર થયું, $260 મિલિયન ચૂકવવાનો પણ ઇનકાર!

Washington D. C,   4 days ago
Author: Savan Zalariya
Video

વોશિંગ્ટન ડીસી: ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં બીજી વાર યુએસના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO) માંથી યુએસની સદસ્યતા પછી ખેંચવાની જાહેરાત કરી હતી. ગઈ કાલે યુએસએ સત્તાવાર રીતે WHO માં પોતાની સદસ્યતા રદ કરી છે. આ સાથે WHOમાં યુએસની તમામ ભાગીદારી સમાપ્ત થઈ ગઈ છે, આ સાથે યુએસ WHO પર $260 મિલિયનનું દેવું પાછળ છોડી ગયું છે.

અહેવાલ મુજબ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીસ (HHS) એ માહિતી આપતા જણાવ્યું કે WHO ને આપવામાં આવતું તમામ ભંડોળ બંધ કરી દેવામાં આવ્યું છે. WHOના હેડ ક્વાટર અને અને વિશ્વભરની WHO ઓફિસોમાંથી યુએસ કર્મચારીઓને પાછા બોલાવવામાં આવ્યા છે. યુએસની WHO-પ્રાયોજિત સંસ્થાઓ, ટેક્નિકલ કમિટી અને વોર્કીંગ ગ્રુપ્સમાં ભાગીદારી સમાપ્ત થઇ ગઈ છે.  

ગત વર્ષે યુએસ રાષ્ટ્રપતિ પદનો કાર્યભાર સંભાળ્યાના પહેલા દિવસે જ ટ્રમ્પે આરોપ લગાવ્યા હતાં કે કોવિડ પાનડેમિક દરમિયાન WHO એ યોગ્ય કાર્યવાહી કરી શક્યું ન હતું. ટ્રમ્પે સંગઠનમાં રાજકીય પ્રભાવ અને સ્વતંત્રતાના અભાવના આરોપ પણ લગાવ્યા હતાં.

WHOને મોટો ફટકો:
અહેવાલ મુજબ યુએસએ WHOને 2024 અને 2025 માટેની બાકી રકમ નથી ચૂકવી. WHO અનુસાર, જાન્યુઆરી 2025 સુધીમાં યુએસ પાસેથી લગભગ $260 મિલિયન લેવાના છે. 
યુએસ અધિકારીએ એ જણાવ્યું કે WHO માંથી બાહર નીકળતા પહેલા દેવું ચૂકવવાની યુએસની કોઈ ફરજ નથી.

યુએસના નીકળવાથી WHOને મોટો ફટકો પડશે, કેમ કે યુએસ WHOને સૌથી વધુ ફંડ આપનારો દેશ હતો. અહેવાલ મુજબ, વર્ષ 2022 અને 2023 ની વચ્ચે, યુએસએ WHOને લગભગ $1.3 બિલિયનનું દાન આપ્યું હતું.