Thu Jul 09 2026

Logo

મમતા બેનર્જીને આંચકો, ટીએમસીના ત્રણ ભૂતપૂર્વ રાજ્યસભા  સાંસદ ભાજપમાં જોડાયા

2026-07-09 20:02:42
Author: Chandrakant Kanoja
Article Image

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં ટીએમસી અને મમતા બેનર્જીની કારમી હાર બાદ મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે. જેમાં ટીએમસીના ત્રણ ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદો  સુષ્મિતા દેવ, સુખેન્દુ શેખર રોય અને પ્રકાશ ચિક બરૈક હવે ભાજપમાં જોડાયા છે. આ ત્રણ ભૂતપૂર્વ ટીએમસી નેતાઓ કોલકાતામાં ભાજપના નેતા શમિક ભટ્ટાચાર્યની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા.

ભાજપના રાજ્યસભાના  ઉમેદવાર હોઈ શકે છે

આ ત્રણ રાજ્યસભા સાંસદોનું ભાજપમાં જોડાવું એટલે પણ મહત્વનું છે કારણ કે 
આગામી 24 જુલાઈએ રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. તેમજ એવી અટકળો ચાલી રહી છે કે તે ચૂંટણી માટે તેઓ ભાજપના ઉમેદવાર હોઈ શકે છે.

તેમજ ભાજપમાં જોડાયા બાદ ભૂતપૂર્વ ટીએમસી રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખર રોયે  જણાવ્યું હતું કે, ભારતમાં ભાગ્યે જ કોઈ રાજ્યમાં 96-97 ટકા મતદાન થયું છે, જેમ કે આપણા રાષ્ટ્રપતિએ આ ચૂંટણી અંગે નોંધ્યું હતું. 

મમત બેનર્જીએ  બંધ, હડતાલ અને સરઘસો દ્વારા કેન્દ્રનો વિરોધ કર્યો  

તેમણે વધુમાં જણાવ્યું કે, સામાન્ય રીતે અન્ય રાજ્યોમાં  શાસક અને વિપક્ષી પક્ષો  વિકાસ, પ્રગતિ અથવા ચોક્કસ એજન્ડાના અમલીકરણ માટે કેન્દ્ર સરકાર સહયોગ માંગે છે. પરંતુ અહીં, ફક્ત બંધ, હડતાલ અને સરઘસો દ્વારા કેન્દ્રનો વિરોધ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.