તહેરાન: અમેરિકાએ ઈરાન પર હુમલો કરવાની આપેલી ધમકી બાદ અમેરિકાએ ઈરાનના બુશેહર પરમાણુ પાવર પ્લાન્ટ પર હુમલો કર્યો હોવાનો દાવો કર્યો છે. જોકે, ઈરાનના બુશેહરના ગવર્નર મોહમ્મદ મુઝફ્ફરીએ આ અહેવાલોને નકારી કાઢ્યા છે.
ખાર્ગ ટાપુ પર અમેરિકાના હુમલાના અહેવાલો પણ ખોટા
આ અંગે મુઝફરીએ જણાવ્યું હતું કે ખાર્ગ ટાપુ પર અમેરિકાના હુમલાના અહેવાલો પણ ખોટા હતા. બુશેહર પ્રાંત ઈરાનના દરિયાકાંઠે સ્થિત ટાપુ છે. જે ઈરાનના 90 ટકા ક્રૂડ ઓઈલ નિકાસનું સંચાલન કરે છે. તેમજ મુઝફરીએ કહ્યું કે આ બંને સ્થળોએ કોઈ હુમલા નથી થયા.
ઈરાનનું બુશેહર મહત્વપૂર્ણ
બુશેહર પાવર પ્લાન્ટ બે દાયકા પૂર્વે રશિયા દ્વારા બનાવવામાં આવ્યો છે. જોકે, અમેરિકા અને ઇઝરાયલના હુમલા દરમિયાન બુશેહર સામેલ ન હતું. જોકે, ઇરાનમાં નટાન્ઝ, ફોર્ડો અને ઇસ્ફહાન ખાતે પરમાણુ સુવિધાઓનો સમાવેશ થતો હતો. જ્યારે તે સ્થળો પર અમેરિકન B-2 બોમ્બરનો ઉપયોગ કરીને હુમલો કરવામાં આવ્યો હતો.તેમજ યુદ્ધ દરમિયાન રશિયન ટેકનિકલ સ્ટાફ બુશેહરમાં હાજર હતો.
ઇરાનના અધિકારીઓ હાલમાં જણાવે છે કે બુશેહર શહેરમાં પરમાણુ પાવર પ્લાન્ટને કોઈ નુકસાન થયું નથી.
અમેરિકાના હુમલામાં ગોલેસ્તાનમાં 'અક તકેહ ખાન' રેલ્વે પુલને નુકસાન
જ્યારે ઈરાન પર અમેરિકાના હવાઈ હુમલામાં ઉત્તરીય પ્રાંત ગોલેસ્તાનમાં 'અક તકેહ ખાન' રેલ્વે પુલને નુકસાન થયું છે. આ પુલ ઈરાનના સૌથી મોટા વેપાર ભાગીદાર ચીન વચ્ચેના મહત્વપૂર્ણ વેપાર માર્ગોને જોડે છે.
આ પુલ કઝાકિસ્તાન થઈને ચીન સુધી પહોંચે છે
ઈરાની બંદરો પર અમેરિકાની નાકાબંધી દરમિયાન રશિયામાં માલસામાન પરિવહન માટે પણ આ માર્ગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પુલનું સમારકામ ટૂંક સમયમાં પૂર્ણ થશે. આ પુલ પરથી પસાર થતો માર્ગ તુર્કમેનિસ્તાન અને કઝાકિસ્તાન થઈને ચીન સુધી પહોંચે છે.