Tue Jul 28 2026

Logo

પુણેના અર્ણવે વિમ્બલ્ડનમાં અમેરિકાના ત્રીજા ક્રમાંકિતને હરાવ્યો!

London   2026-07-07 21:18:40
Author: Ajay Motiwala
Article Image

લંડનઃ પુણેમાં રહેતા 18 વર્ષની ઉંમરના અર્ણવ પાપરકરે ટેનિસ જગતની સૌથી લોકપ્રિય વિમ્બલ્ડન (Wimbledon) ચૅમ્પિયનશિપમાં બીજો રાઉન્ડ જીતી લીધો છે અને આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં તે ભારતને ગૌરવ અપાવી રહ્યો છે. તેણે બૉય્સ સિંગલ્સમાં વર્લ્ડ નંબર-થ્રી અમેરિકાના કીટૉન હાન્સને હરાવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.

અર્ણવ (Arnav) જુનિયર ટેનિસમાં ભારતનો સર્વશ્રેષ્ઠ ખેલાડી છે. આ ટૂર્નામેન્ટમાં તેણે પોતાનું બેસ્ટ રિઝલ્ટ બતાવ્યું છે. તેણે કીટૉનને 6-2, 6-3થી હરાવ્યો હતો.

અર્ણવ સામેની મૅચ કીટૉન જીતવા માટે ફેવરિટ મનાતો હતો. જોકે ભારત-તરફી ક્રાઉડની હાજરીમાં અર્ણવે તેને ટૂર્નામેન્ટની બહાર કરી દીધો છે. તેમની મૅચ લગભગ એક કલાક સુધી ચાલી હતી.

તાજેતરની ફ્રેન્ચ ઓપનમાં અર્ણવ ત્રીજા રાઉન્ડમાં હરીફ ખેલાડીને લડત આપીને હાર્યો હતો. જુનિયર વર્લ્ડ ટેનિસમાં અર્ણવની 19મી રૅન્ક છે. તેણે શનિવારે બીજા રાઉન્ડમાં બ્રિટનના જોશુઆ ક્રેઝને સળંગ સેટમાં 6-2, 6-2થી પરાજિત કર્યો હતો.