Fri Aug 21 2026

Logo

થાણે રિંગ મેટ્રો માટે રાજ્ય સરકારે ₹ 24 કરોડની વ્યાજમુક્ત લોન મંજૂર કરી

2026-08-19 17:23:07
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ થાણેની 28.8 કિમી લાંબી રિંગ મેટ્રોને ગતિ આપવા માટે રાજ્ય સરકારે નાણાકીય સહાય પૂરી પાડી છે. મહારાષ્ટ્ર મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડને પ્રોજેક્ટ માટે 24 કરોડ રૂપિયાની વ્યાજમુક્ત ગૌણ લોન (સબઓર્ડિનેટ લોન) બે દિવસ પહેલા જ મંજૂર કરવામાં આવી છે.

આ નવી મંજૂરી સાથે થાણે રિંગ મેટ્રો માટે રાજ્ય સરકાર તરફથી અત્યાર સુધીમાં 74 કરોડ રૂપિયાની લોન મંજૂર થઈ ચૂકી છે, જ્યારે પ્રોજેક્ટ માટે કુલ 969.75 કરોડ રૂપિયાની વ્યાજમુક્ત સેકન્ડરી લોનની જોગવાઈ છે. સરકારના આ નિર્ણયથી શહેરની પ્રસ્તાવિત સર્ક્યુલર મેટ્રોને નાણાકીય મજબૂતી મળશે અને પ્રોજેક્ટના અમલીકરણને ઝડપ મળવાની આશા છે. મહારાષ્ટ્ર મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (એમએમઆરસીએલ)ને પ્રોજેક્ટ માટે કરોડો રૂપિયાની વ્યાજમુક્ત ગૌણ લોનને બે દિવસ પહેલા જ મંજૂરી આપવામાં આવી હતી. 

આ નવી મંજૂરી સાથે થાણે રિંગ મેટ્રો માટે રાજ્ય સરકાર તરફથી અત્યાર સુધીમાં 74 કરોડ રૂપિયાની લોનની મંજૂરી મળી ચુકી છે, જયારે પ્રોજેક્ટ માટે કુલ 969.75 કરોડ રૂપિયાના વ્યાજમુક્ત સેકન્ડરી લોનની જોગવાઈ કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી થાણે શહેરની પ્રસ્તાવિત સર્ક્યુલર મેટ્રોને નાણાકીય મજબૂતી મળશે અને પ્રોજેક્ટના અમલીકરણને ગતિ મળવાની આશા છે. 

હાલમાં લોન પર કોઈ વ્યાજની જોગવાઈ નથી. ભવિષ્યમાં જરૂર પડતા નાણાકીય વિભાગની પરવાનગીથી વ્યાજદર અને વસુલાત નક્કી થશે. લોન માટે મોરેટોરિયમ સમય પણ નક્કી કરવામાં આવ્યો નથી. મેટ્રોથી થાણેના મુખ્ય વિસ્તારો વચ્ચે ઝડપી અને સીધું જોડાણ મળશે. 
મુસાફરોને થાણે સ્ટેશન કે અન્ય ઇન્ટરચેન્જ સુધી જવાની જરૂરિયાત ઘટશે. થાણે જંકશનથી શરૂ થઈને ત્યાં જ પૂર્ણ થતી આ મેટ્રો લાઈન મેટ્રો લાઈન 4 અને લાઈન 5 સાથે જોડાશે, જેથી મુંબઈ, ભિવંડી અને કલ્યાણ સુધી સીધી મુસાફરી શક્ય બનશે. બસ અને માર્ગ પરિવહન પર દબાણ ઘટશે. 

મુસાફરીનો સમય ઘટશે 

મેટ્રોથી કામ, શિક્ષણ અને વ્યવસાય માટે દૈનિક મુસાફરી કરતા પ્રવાસીઓનો સમય બચશે. અંગત વાહનો પર નિર્ભરતા ઘટતા ટ્રાફિક અને પ્રદૂષણ ઘટાડવામાં મદદ મળશે. હાજર અને પ્રસ્તાવિત કોરિડોરથી જોડાઈને થાણેનું જાહેર પરિવહન નેટવર્ક વધારે મજબૂત બનશે. 
આ રિંગ મેટ્રો પ્રોજેક્ટમાં મુખ્ય સ્ટેશનોમાં થાણે જંકશન, વાગ્લે જંકશન, માનપાડા, બાલકું, કોલસેટ, સાકેત, કપૂરબાદી, ડોંગરીપાડા, હીરાનંદાની એસ્ટેટ, વાઘચીલ, વિજય નગરી, નૌપાડા, વોટરફ્રન્ટ , કાશીનાથ ઘાણેકર નાટ્યગૃહ સામેલ થશે. 

24 કરોડ રૂપિયા વિના શરતે વ્યાજમુક્ત લોન 

મહારાષ્ટ્ર સરકારના નગર વિકાસ વિભાગના હાલમાં જ જારી જીઆરમાં આ મંજૂરી આપવામાં આવી છે. થાણે મનપાના માધ્યમથી પ્રસ્તાવિત આ પ્રોજેક્ટને કેન્દ્ર સરકારની મંજૂરી મળ્યા બાદ આગળ વધારવામાં આવી રહ્યો છે. પ્રોજેક્ટનો મૂળ અંદાજિત ખર્ચ 12,200.10 કરોડ રૂપિયા જેટલો હતો. 

કેન્દ્ર સરકારે ચાર સપ્ટેમ્બર 2024ના પત્ર દ્વારા નાણાકીય પ્રારૂપ સાથે પ્રોજેક્ટના અમલીકરણને મંજૂરી આપી હતી. રાજ્ય મંત્રીમંડળની મંજૂરીના આધારે પ્રોજેક્ટના સંશોધિત ખર્ચ અને નાણાકીય પ્રારૂપને પણ મંજૂરી આપવામાં આવી છે. મંજુર નાણાકીય પ્રારૂપ અનુસાર પ્રોજેક્ટ પર કેન્દ્રીય કરના 50 ટકા ભાગ માટે 354.11 કરોડ રૂપિયા અને રાજ્ય કક્ષાના કર માટે 615.64 કરોડ રૂપિયાની જોગવાઈ છે. 

કુલ 969.75 કરોડ રૂપિયાની વ્યાજમુક્ત ગૌણ લોન રાજ્ય સરકારે મહામેટ્રોને ઉપલબ્ધ કરાવવાની છે. આ વ્યવસ્થા અંતર્ગત નાણાકીય વર્ષ 2026-27 માં 60 કરોડ રૂપિયાની બજેટીય જોગવાઈ કરવામાં આવી છે, જેમાં હવે 24 કરોડ રૂપિયા જારી કરવામાં આવ્યા છે. જીઆર અનુસાર આ 24 કરોડ શરત વગર વ્યાજમુક્ત લોનના રૂપમાં આપવામાં આવશે.