Tue Oct 06 2026

Logo

ભારતના કુસ્તીબાજો 20 મેડલ જીત્યા

Pattaya   2026-07-06 19:34:33
Author: Ajay Motiwala
ભારતના કુસ્તીબાજો 20 મેડલ જીત્યા

@DDNewslive


અન્ડર-20 એશિયન રેસલિંગ ચૅમ્પિયનશિપમાં ભારતીય કુસ્તીબાજોનો દબદબો: 4 ગોલ્ડ સહિત 20 મેડલ જીત્યા

પટ્ટાયાઃ કુસ્તીબાજો માટેની અન્ડર-20 એશિયન રેસલિંગ (Wrestling) ચૅમ્પિયનશિપ્સમાં ભારતીય રેસલરો શાનદાર પર્ફોર્મન્સ સાથે કુલ 20 મેડલ જીત્યા છે.

એમાં ચાર ગોલ્ડ, સાત સિલ્વર અને નવ બ્રૉન્ઝ સામેલ છે. મોટા ભાગની કુસ્તીની હરીફાઈ બાદ મેડલ માટેના મંચ પર ભારતીય રેસલરની હાજરી જોવા મળી હતી.

મહિલા અને પુરુષ, બન્ને વર્ગમાં ભારતીયોએ તીવ્ર હરીફાઈ વચ્ચે ટોચની ત્રણ ટીમમાં સ્થાન મેળવ્યું છે.

મહિલા વર્ગમાં ભારત (India ) (184 પૉઇન્ટ) જરાક માટે નંબર-વન ચીન (189 પૉઇન્ટ)થી દૂર રહ્યું હતું. જાપાન (142) ત્રીજા સ્થાને હતું. પુરુષોમાં ભારત (152 પૉઇન્ટ)ની ફ્રીસ્ટાઇલ ટીમ ત્રીજા સ્થાને હતી. કઝાખસ્તાન (170) પ્રથમ નંબરે અને ઇરાન (164) રનર-અપ હતું.