Thu Jul 09 2026

Logo

ઓસ્ટ્રેલિયામાં PM મોદીના ભાષણમાં છુપાયેલું છે ભારતનું આગામી 25 વર્ષનું વિઝન! શા માટે કહ્યું 'થેંક્યુ ઈન્ડિયન્સ'!

malban   2026-07-09 18:51:04
Author: Mumbai Samachar Team
Article Image

મેલબોર્નઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસની વિદેશ યાત્રામાં ઓસ્ટ્રેલિયાના મહાનગર મેલબોર્નમાં પહોંચ્યા હતા. મેલબોર્નમાં ભારતીય સમુદાય દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમણે આશરે 30 હજાર ભારતીયોની ખાસ ઉપસ્થિતિમાં સંબોધન કર્યું હતું, જેમાં દેશના સૌથી સફળ ઑપરેશન, ઑપરેશન સિંદૂરનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ સાથે તેમણે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રકચર, 5જી નેટવર્કિંગ અને આઈટી ઈન્ડસ્ટ્રી પર વાત કહી હતી. જ્યારે વડા પ્રધાન મોદી પોતાનું સંબોધન આપવા માટે આવ્યા એ સમયે હોલમાં મોદી..મોદી...ના નારા પડઘાયા હતા. આ માહોલ વચ્ચે મોદીએ ઓસ્ટ્રેલિયા અને ભારતના સંબંધો અંગે વાત શરૂ કરી હતી.

શું કહ્યું મોદીએ ઓસ્ટ્રેલિયામાં?

હું એ જમીનના પારંપરિક માલિકોનો ધન્વાદ કરીને વાત શરૂ કરવા માગુ છું જ્યાં અમે એકવાર મળ્યા હતા. હું એમના જુના, નવા અને નવા વૃદ્ધોને પણ એક સન્માન આપું છે. આ શૉ હાઉસફૂલ છે પણ બ્લોકબસ્ટર છે.આ પહેલા આપ સૌ સાથે સિડનીમાં મુલાકાત થઈ હતી, એ પણ બેવાર. હું મેલબોર્નના લોકોને મળવા રાહ જોઈ રહ્યો હતો.આ વખતે મેં વિચાર્યું કે, મેલબોર્નના લોકો સાથે એક ફ્લેટ વ્હાઈટ કોફી જ પી લઉં. મેલબોર્ને ખરા અર્થમાં એક જીત મેળવી છે. 

હું મારા અને ભારતના મિત્ર એવા ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એંથની અલ્બાનસેનો પણ ખૂબ આભાર વ્યક્ત કરૂ છે. એ સમયે તમે સિડનીમાં મારી સાથે હતા અને અહીં મેલબોર્નમાં પણ ભારતીય સમુદાય સાથે સામેલ થઈ રહ્યા છો.એક રીતે જોવા જઈએ તો સમગ્ર રીત બદલી ગઈ છે. અમદાવાદ જે દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમનું કેન્દ્ર છે ત્યાંથી લઈને મેલબોર્ન સુધી. અહીંયાનું સ્ટેડિયમ પણ એટલું જ જાણીતું છે. 

12 વર્ષમાં ત્રીજી મુલાકાત

આપણે સૌએ જોયું કે, જ્યારે વડા પ્રધાન બોલવા માટે આવે છે અને તેઓ બોલે છે ત્યારે કેવી રીતે સૌના પર એક અસર જોવા મળે છે. તમે સિડનીમાં પણ એક અસર ઊભી કરી અને અહીંયા પણ સૌને મંત્રમુગ્ધ કરી દીધા. વર્ષ 2014માં જ્યારે હું ઓસ્ટ્રેલિયા ગયો હતો તો આ 28 વર્ષમાં પહેલીવાર છે જ્યારે કોઈ ભારતીય વડા પ્રધાન ઓસ્ટ્રેલિયાની મુલાકાતે આવ્યા હોય. તમને યાદ હશે, એ સમયે મેં કહ્યું હતું કે, તમને હવે  28 વર્ષ સુધી રાહ જોવાની જરૂર નહીં પડે. 

છેલ્લા 12 વર્ષમાં આ મારી ત્રીજી મુલાકાત છે જ્યારે હું ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છું. આ મુલાકાતની હેટ્રીક છે. આ એ દર્શાવે છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સંબંધોની ઊંચાઈ કેટલી મહત્ત્વની છે. આના પાયામાં મોદીનો રોલ નહોતો પણ આપ સૌ ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીયોનો રોલ હતો. 

મેલબોર્ન શહેરમાં એક જ દિવસમાં ચાર-ચાર ઋતુની ઝલક જોવા મળે છે. પણ ઈન્ડિયન કમ્યુનિટીએ પોતાના સાંસ્કૃતિક રંગોથી આને વધારે વાયબ્રન્ટ બનાવ્યા છે. અહીંયા મેલબોર્ન અને આસપાસના વિસ્તારમાં એવી કેટલીય માર્કેટ છે જે ભારતીયોની ભાવનાથી ઓતપ્રોત છે. ભારતીયોની અસરથી ચાલી રહી છે. 

બે અલગ અલગ ટાઈમઝોન

કોઈ આને લિટલ ઈન્ડિયા કહે છે તો કોઈ આને મિની ઈન્ડિયા કહે છે. આ માર્કેટ ઈન્ડિયન કલ્ચરથી રંગાયેલા છે અને ભરાયેલા છે. કોઈએ મને એક વિડિયો પણ બતાવ્યો હતો. આ વિડિયો એ જ માર્કેટનો હતો.આ માર્કેટમાં સતત સેલિંગ થાય છે. મોટો વ્યાપાર થાય છે. અહીંયા આવ્યા બાદ કોઈનો શોપિંગ મૂડ હોય કે ન હોય પણ દરેક વ્યક્તિ અહીંયાથી કંઈને કંઈક ખરીદી કરીને જાય છે. અહીંયા ઘણા એવા પરિવાર છે, જે પોતાના ઘરમાં બે અલગ અલગ ટાઈમઝોનમાં માને છે. 

ઓસ્ટ્રેલિયાના સમય અનુસાર બાળકો સ્કૂલેથી ઘરે આવે છે. બીજી તરફ ભારતમાંથી દાદા-દાદી વીડિયો કોલમાં ક્નેક્ટ થવા રાહ જોઈને બેઠા હોય છે. જ્યારે અહીંયા વીકએન્ડ હોય છે ત્યારે ભારતમાં કોઈના લગ્નની લાઈવ સ્ટ્રિમ ચાલતી હોય છે. 

વાસ્તવિક રીતે અંતર ભલે દૂર હોય પણ અહીંયાના પરિવારોનું ડેઈલી રુટfન ભારત સાથે જોડાયેલું છે. અહીંયા વસતા ભારતીયો ઓસ્ટ્રેલિયાના વિકાસમાં પૂરી શક્તિથી સમર્પિત છે. યોગદાન આપી રહ્યા છે. મને આપ સૌના પર ગર્વ છે.