નવી દિલ્હી: દિલ્હીમાં રેખા ગુપ્તા સરકારમાં લોક નિર્માણ મંત્રી પ્રવેશ વર્મા દ્વારા એક યુવકને થપ્પડ મારવાની ઘટના અંગે દિલ્હી પોલીસે કાર્યવાહી કરી છે. જેમાં પોલીસે તેમને ઈજા પહોંચાડવાના આરોપસર નોન-કોગ્નીઝેબલ ગુનો દાખલ કર્યો છે. તેમજ પોલીસ આ ઘટનાની તપાસ કરશે.
મંત્રીએ પોતાનો આપો ગુમાવી દીધો હતો
બીજી તરફ, આમ આદમી પાર્ટીએ આ ઘટનાને લઈને ભાજપ પર પ્રહારો કર્યા છે. આપેના નેતાઓએ પ્રવેશ વર્માની ધરપકડની માંગ કરી હતી. પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આક્ષેપ કર્યો હતો કે જ્યારે સ્થાનિક રહેવાસીઓએ રસ્તાની ગુણવત્તા અંગે પ્રશ્નો ઉઠાવ્યા ત્યારે મંત્રીએ પોતાનો આપો ગુમાવી દીધો હતો.
વર્મા તેમના પ્રશ્નોનો જવાબ આપી શક્યા ન હતા
આ ઉપરાંત, આપ ની દિલ્હી શાખાના પ્રમુખ સૌરભ ભારદ્વાજે આક્ષેપ કર્યો હતો કે જ્યારે પ્રવેશ વર્મા સામે સ્થાનિક લોકોએ રસ્તાના મટિરિયલ પોતાના હાથેથી હટાવ્યું હતું. ત્યારે વર્મા તેમના પ્રશ્નોનો જવાબ આપી શક્યા ન હતા અને તેમણે એક યુવકને થપ્પડ મારી હતી. તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે ત્યારબાદ મંત્રી તે સ્થળ પરથી જતા રહ્યા હતા.
દિલ્હી સરકારના મંત્રી પ્રવેશ વર્માનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય જરનૈલ સિંહના સહયોગી સાહિબ સિંહને થપ્પડ મારતા જોવા મળે છે.
પ્રવેશ વર્માએ હાથમાંથી મોબાઈલ ફોન છીનવી લીધો હતો
આ અંગે પીડિત સાહિબ સિંહે આરોપ લગાવ્યો છે કે નિરીક્ષણ દરમિયાન મંત્રી પ્રવેશ વર્માએ તેમના હાથમાંથી મોબાઈલ ફોન છીનવી લીધો અને તેમને થપ્પડ મારી. તેમણે આ મામલે પોલીસ કાર્યવાહીની માંગ કરી હતી. આ ઘટના દિલ્હીના તિલક નગરમાં રસ્તાના નિરીક્ષણ દરમિયાન બની હતી.