Mon Oct 05 2026

Logo

વિમ્બલ્ડનમાં સબાલેન્કાએ ઓસાકા સામે હાર્યા પછી કહ્યું, `હું હવે ખૂબ દારૂ પીશ'

London   2026-07-07 21:36:43
Author: Ajay Motiwala
વિમ્બલ્ડનમાં સબાલેન્કાએ ઓસાકા સામે હાર્યા પછી કહ્યું, `હું હવે ખૂબ દારૂ પીશ'

લંડનઃ વર્લ્ડ નંબર-વન ટેનિસ પ્લેયર અરીના સબાલેન્કા (Sabalenka) રવિવારે વિમ્બલ્ડન ચૅમ્પિયનશિપની સિંગલ્સમાં જાપાનની નાઓમી ઓસાકા (Osaka) સામે 2-6, 2-7થી હારી ગયા બાદ પોતાના પર ખૂબ ગુસ્સે હતી તેમ જ હતાશ પણ થઈ હતી. તેણે પરાજિત થયા બાદ ટેનિસ બૉલ દૂર ફેંક્યો હતો અને એક મુલાકાતમાં બોલી ગઈ કે `મને નથી સમજાતું કે હું કેમ આટલું ખરાબ રમી. તે 2020ની સાલ બાદ પહેલી વખત ગ્રેન્ડ સ્લૅમ ટૂર્નામેન્ટની મૅચમાં સળંગ સેટથી હારી છે. તેણે ઇન્ટરવ્યૂમાં કહ્યું, `હું હવે મારા સ્થાને પાછી જઈશ, ખૂબ દારૂ પીશ, ટેનિસ થોડા સમય માટે ભૂલી જઈશ અને પછી પાક્કી તૈયારી સાથે પાછી રમવા આવીશ.'

દરમ્યાન નોવાક જૉકોવિચે ત્રણ દિવસ પહેલાં વિમ્બલ્ડનમાં સૌથી વધુ મૅચ જીતવાનો રોજર ફેડરરનો વિશ્વવિક્રમ તોડી નાખ્યો હતો. જૉકોવિચે રોમાન સફીઉલ્લીનને 8-6, 6-3, 3-6, 6-3થી હરાવીને સતત નવમી વખત આ ટૂર્નામેન્ટની ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

કૉકો ગૉફ અને નંબર વન યાનિક સિનર સેમિ ફાઇનલમાં

દરમ્યાન, વિમ્બલ્ડન ટેનિસ સ્પર્ધામાં મંગળવારે મહિલાઓની ક્વૉર્ટર ફાઇનલમાં અમેરિકાના કૉકો ગૉફે તેના જ દેશ જેસિકા પેગુલાને 4-6, 6-3, 6-3થી હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. પુરુષોના વર્ગમાં વર્લ્ડ નંબર-વન યાનિક સિનરે જર્મનીના યૅન-લૅનાર્ડ સ્ટ્રફને 7-5, 7-4, 6-3થી હરાવીને સેમિ ફાઇનલમાં એન્ટ્રી કરી હતી.