મુંબઈઃ આયુષ્માન ખુરાનાની સુપરહિટ ફિલ્મ 'પતિ-પત્ની ઔર વો' હવે ઓટીટી પર રિલીઝ થવાની છે. સિનેમઘરમાં દર્શકોને પેટ પકડીને હસાવ્યા બાદ હવે મોબાઈલ યુઝર્સ માટે ફિલ્મ આવી રહી છે. સિનેમાઘરમાં જોવાનું મિસ થઈ ગયું હોય તો મોબાઈલ પર જોઈને આ ફિલ્મનો આનંદ માણી શકાય છે. મેં મહિનામાં રિલીઝ થયેલી ફિલ્મને ટૂંકાગાળામાં જ ઓટીટી પર સ્ટ્રિમ થઈ રહી છે.
10 જુલાઈના રોજ તે નેટફ્લિક્સ પર આવી રહી છે.આયુષ્માન ખુરાનાની રોમેન્ટિક, ડ્રામા અને કોમેડી ફિલ્મને લઈને કેટલાક ફેન્સ આ જ દિવસની રાહ જોઈને બેઠા હતા. આયુષ્માન ખુરાના, સારાઅલી ખાન, રકુલપ્રિત સિંહ અને વામિક ગબ્બીને ચમકાવતી ફિલ્મ રિલેશનશીપના ડ્રામા પર ફોક્સડ છે.

ફિલ્મની સ્ટોરી શું છે?
આ સિવાય વિજયરાજ, દુર્ગેશ કુમાર, આયશા રઝા મિશ્રા, તિંગ્માશુ ધુલિયા અને દીપિકા અમીન જેવા કલાકારોએ ફિલ્મમાં એક અલગ ફ્લેવર ઉમેરી દીધો છે. આ ફિલ્મ મુદ્દસર અઝીઝે ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મે 60.11 કરોડનું નેટ ક્લેક્શન કર્યું હતું. જ્યારે ગ્રોસ ક્લેક્શનન વાત કરવામાં આવે તો ફિલ્મે 67.96 કરોડની કમાણી કરી હતી.આ ફિલ્મમાં કુલ 10 ગીત છે પણ સૌથી વધારે પ્લે થયેલું ગીત 'દિલવાલે ચોર' છે.
આ ફિલ્મ રિલીઝ કરવાનું પ્લાનિંગ માર્ચ મહિનાનું હતું પણ મેકર્સે પછી ફિલ્મ રિલીઝ કરવાની તારીખ બદલી નાંખી હતી. 15 મેના રોજ રિલીઝ થયેલી ફિલ્મ 2 કલાક સુધી દર્શકોને બેસાડી રાખે છે. IMDB પર 7 પોઈન્ટનું રેટિંગ મળ્યું છે.પ્રજાપતિ ઉર્ફે પ્રજાના જીવનમાં એવી ઉથલપાથલ મચે છે કે, પત્ની અન્ય મહિલા સાથે સુવ્યવસ્થિત સ્થિતિમાં રંગે હાથ પકડી પાડે છે. એ પછી જે ધમાલ થાય છે એ પેટ પકડીને હસાવી જાય છે.
વધુ સારો રીસપોન્સ મળે એવી આશા
નેટફ્લિક્સ પર આ બીજી મોટી એવી ફિલ્મ છે જેને સ્ટ્રિમ કરવામાં આવી રહી છે. આ પહેલા ફાઈટર અને ધુરંધર જેવી ફિલ્મને પણ સ્ટ્રિમ કરવામાં આવી છે. ધીમે ધીમે બોલિવૂડની મોટા બજેટની ફિલ્મને ઓટીટી પર રિલીઝ કરવા માટે કામ થઈ રહ્યું છે. આની સામે પ્લેટફોર્મ કેટલોક ચાર્જ વસૂલ કરી છે તો કેટલીકવાર ફિલ્મ સારી એવી ચાલે તો કરાર પ્રમાણે મેકર્સને પણ મોટા પ્રમાણમાં આર્થિક રીતે ફાયદો થાય છે. આ ફિલ્મને હવે કેટલા વ્યૂઅર્સ મળે છે અને લોકોને કેટલી પસંદ પડે છે એ 10 જુલાઈ પછી જાણવા મળશે.