Thu Jul 09 2026

Logo

રામમંદિરમાં દર્શનથી લઇને દાન વ્યવસ્થામાં  22 જુલાઇથી થશે બદલાવ

2026-07-09 20:45:10
Author: Chandrakant Kanoja
Article Image

અયોધ્યા: અયોધ્યામાં રામમંદિર દાન ચોરી કેસમાં અત્યાર સુધીની તપાસમાં સંચાલન અને દાન ગણતરી પ્રક્રિયામાં અનેક ખામીઓ પ્રકાશમાં આવી છે. જેના પગલે 22 જુલાઇના રોજથી રામમંદિરની સંચાલન વ્યવસ્થામાં વ્યાપક ફેરફારો કરવામાં આવશે. 

નવેસરથી વિચારણા

જેમાં ટ્રસ્ટ  દર્શન, ધાર્મિક વિધિઓ અને પ્રસાદ , પૂજા પ્રોટોકોલ, યાત્રાળુઓની સુવિધાઓ અને વહીવટને વધુ વ્યવસ્થિત અને પારદર્શક કેવી રીતે બનાવવો તે અંગે નવેસરથી વિચારણા કરી રહ્યું છે. આ પ્રક્રિયામાં અયોધ્યાના સંતો અને રામાનંદી પરંપરાના વિદ્વાનોના સૂચનોનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે.

22 જુલાઈના રોજ  ટ્રસ્ટની બેઠક બાદ અમલ 

સૂત્રોના જણાવ્યા અનુસાર, 22 જુલાઈના રોજ યોજાનારી ટ્રસ્ટની બેઠક બાદ નવી વ્યવસ્થાઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે. બેઠક દરમિયાન નવા મહાસચિવ અને ખાલી જગ્યાઓ માટે નવા સભ્યોની પસંદગી કરવામાં આવશે તે લગભગ નિશ્ચિત છે. તાજેતરના વિકાસને ધ્યાનમાં રાખીને, ટ્રસ્ટ મંદિરના સંચાલન માળખાને વધુ મજબૂત બનાવવાના પક્ષમાં છે.

દાનનું  સંચાલન વધુ પારદર્શક બનાવાશે 

જેમાં મંદિરમાં  રામાનંદી પરંપરા અનુસાર પૂજા વિધિઓને સુવ્યવસ્થિત કરવા, ધાર્મિક વિધિઓ માટેની વ્યવસ્થામાં સુધારો કરવા અને ભક્તો માટે સુવિધાઓ વધારવા માટે પગલાં લેવાનું વિચારી રહ્યું છે. ટ્રસ્ટનો ઉદેશ દર્શન પ્રક્રિયાને વધુ સુલભ બનાવી દાનનું  સંચાલન વધુ પારદર્શક બનાવવા અને મંદિરની વહીવટી વ્યવસ્થાને આધુનિક અને જવાબદાર બનાવવાનો છે. 

સૂચનોના આધારે સિસ્ટમોમાં વધુ સુધારો કરવામાં આવશે

ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવગીરીએ પણ સંકેત આપ્યો છે કે સંત સમુદાય દ્વારા કરવામાં આવેલા સૂચનો પર ગંભીરતાથી વિચારણા કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે આ સૂચનોના આધારે સિસ્ટમોમાં વધુ સુધારો કરવામાં આવશે. જેથી રામ મંદિર દેશભરના ભક્તો માટે એક અનુકરણીય, શિસ્તબદ્ધ અને પારદર્શક વ્યવસ્થાનું મોડેલ બને.