Sun Sep 13 2026

Logo

ઝાડ પડવાથી જખમી થયેલા સિનિયર સિટિઝનનું મૃત્યુ: થાણેમાં મૃત્યુ આંક ચાર થયો

2026-07-09 20:08:10
Author: Yogesh C. Patel
ઝાડ પડવાથી જખમી થયેલા સિનિયર સિટિઝનનું મૃત્યુ: થાણેમાં મૃત્યુ આંક ચાર થયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે:
 છેલ્લા એક અઠવાડિયા દરમ્યાન ભારે વરસાદને પગલે સોમવારે થાણે શહેરમાં ઝાડ પડવાની ઘટનામાં જખમી ૬૪ વર્ષીય સિનિયર સિટિઝનનું ગુરુવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતુ. સિનિયર સિટીઝનનું બપોરે બે વાગ્યે ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.

પાંડુરંગ બિખુ ભવડ છ જુલાઈએ ઘરે  જઈ  રહ્યા હતા ત્યારે રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ  નજીક એક મોટું ઝાડ તેમના પર પડ્યું હતું. સ્થાનિક નગરસેવકના કહેવા મુજબ તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા બાદથી તેઓ આઈસીયુમાં હતા અને ગુરુવારે  બપોરે તેમનું મૃત્યુ થયું હતું. 

થાણેના ડેપ્યુટી કલેક્ટર સંદીપ માનેના જણાવ્યા મુજબ આ ચોમાસામાં થાણે જિલ્લામાં વરસાદને લગતું આ ચોથું મૃત્યુ છે. પાંચ જુલાઈએ નવી મુંબઈમાં વાશીના સેક્ટર ૧૧માં સ્લેબ પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું.  જુલાઈના પહેલા અઠવાડિયામાં ભારે વરસાદના વર્તમાન સમયગાળામાં શહેરમાં લગભગ ૬૦૦ વૃક્ષો અને ડાળીઓ પડવાની ઘટનાઓ બની છે.