ચેન્નાઈઃ તમિલનાડુમાં મુખ્ય પ્રધાન બન્યાં બાદ વિજય એક્શન મોડમાં આવી ગયો છે. વિજયે મહિલાઓની સુરક્ષા માટે મોટો નિર્ણય લીધો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન જે વચનો આપ્યાં હતા તેમાં મહિલા સુરક્ષા માટે 'સિંગાપ્પેન સિરુમ્બુ' ડ્રગ વિરોધી દળની રચના કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. મુખ્ય પ્રધાન વિજયે કહ્યું કે, આના દ્વારા મહિલાઓની સુરક્ષાને સંબંધિત ફરિયાદો પર સત્વરે કાર્યવાહી કરવામાં આવશે. મુખ્ય પ્રધાન દ્વારા આપવામાં આવેલા આદેશ બાદ રાજ્ય પોલીસ વિભાગ દ્વારા પણ નિર્દેષ કરી દેવામાં આવ્યો છે.
ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનને પૂર્ણ કરશે
મુખ્ય પ્રધાન દ્વારા આ દળને અનેક મુખ્ય જવાબદારીઓ સોંપવામાં આવી છે. જેમાં મહિલાઓ અને યુવાનોને માદક દ્રવ્યોના દશામાંથી બચાવવા અને ડ્રગ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા, મહિલાઓ સામેના જાતીય ગુનાઓને રોકવા માટે, આ દળ સમગ્ર રાજ્યમાં સંકલિત રીતે કાર્ય કરશે. આ સાથે વિશેષ દળમાં મુખ્યત્વે મહિલા પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે, જેમને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા માટે વિશેષ સત્તાઓ આપવામાં આવી છે. એટલે કે હવે તમિલનાડુમાં મહિલાઓની સુરક્ષા વધારે મજબૂત થઈ ગઈ છે.
દરેક જિલ્લામાં આ દળની સ્થાપના કરવાના નિર્દેશો જારી
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ દળ માત્ર ગુનેગારોને પકડશે જ નહીં પરંતુ મહિલાઓની સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવા માટે શાળાઓ, કોલેજો અને સામાન્ય લોકોને મળીને જાગૃકતા ફેલાવશે. મુખ્ય પ્રધાન વિજયે મહિલાઓ સામેના ગુનાઓને સંપૂર્ણપણે નાબૂદ કરવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યના દરેક જિલ્લામાં આ દળની સ્થાપના કરવાના નિર્દેશો જારી કર્યા છે. સરકારની મંજૂરી બાદ, પોલીસ મહાનિર્દેશક (DGP) એ તેના અમલીકરણ માટે ઔપચારિક પ્રક્રિયા શરૂ કરી છે.
સિંગાપ્પેન સિરૂમ્બૂનો અર્થ શું થાય છે?
તમિલનાડૂ મુખ્ય પ્રધાન વિજય દ્વારા જે સિંગાપ્પેન ગાપેન સિરૂમ્બૂ (સિંગાપ્પેન સ્પેશિયલ ટાસ્ક ફોર્સ)ના ગઠનનો આદેશ આપવામાં આવ્યો છે તે સિંગાપ્પેન સિરૂમ્બૂનો અર્થ શું થાય છે? વિગતે જોઈએ તો તમિલ ભાષામાં સિંગાપ્પેન નો અર્થ સિંહણ અને સિરૂમ્બૂનો અર્થ કીડિ થાય છે. સંદેશ એવો છે કે, તમિલનાડુમાં આ દળ દેખાવમાં ભલે નાનું હોય પરંતુ તેને રાજ્ય દ્વારા એટલી શક્તિ અને પાવર આપવામાં આવ્યો છે કે તે પ્રબળ કાર્યો કરીને પ્રભાવશાળી કાર્ય કરી શકે છે.