પલકે વિવાદોની વચ્ચે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેણે વસંત પંચમી અને સરસ્વતી પૂજનના અવસરે એક અત્યંત સુંદર ગીત રજૂ કર્યું છે. વીડિયોની સાથે પલકે સરસ્વતી પૂજનનો મંત્ર પણ લખ્યો છે. તેના સુમધુર અવાજને કારણે નેટિઝન્સ આ વીડિયો પર પોઝિટિવ કોમેન્ટ્સ કરી રહ્યા છે અને પલકની ગાયકીના વખાણ કરી રહ્યા છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્મૃતિ મંધાનાના મિત્ર વિજ્ઞાન માનેના જણાવ્યા અનુસાર, પલાશે તેને ફિલ્મમાં એક્ટિંગની તક આપવાની લાલચે 40 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ ઉપરાંત, માનેએ પલાશની પર્સનલ લાઈફ વિશે પણ ખળભળાટ મચાવતો દાવો કર્યો છે. માનેએ એવો દાવો છે કે 23મી નવેમ્બર 2025ના રોજ, જ્યારે સ્મૃતિ મંધાના અને પલાશના લગ્નની વાતો ચાલતી હતી, ત્યારે પલાશ અન્ય કોઈ મહિલા સાથે રંગેહાથ પકડાયો હતો.
આ આરોપો બાદ પલાશે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શેર કરીને સ્પષ્ટતા કરી છે. પલાશ દ્વારા આ બાબતે કરવામાં આવેલી સ્પષ્ટતામાં જણાવવામાં આવ્યું છે કે વિજ્ઞાન માને દ્વારા કરવામાં આવેલા તમામ આરોપો પાયાવિહોણા અને ખોટા છે. આ આરોપો માત્ર તેની છબી ખરડાવવાના ઈરાદે કરવામાં આવ્યા છે. પલાશના વકીલ શ્રેયાંશ મિથારે આ મામલે કાનૂની કાર્યવાહી કરી રહ્યા છે અને ટૂંક સમયમાં જ યોગ્ય જવાબ આપવામાં આવશે.
સાંગલી પોલીસે વિજ્ઞાન માનેની ફરિયાદ નોંધી છે અને હવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પલાશ કાનૂની માર્ગે આ આરોપોને પડકારવાની તૈયારી કરી રહ્યો છે, તેથી આગામી દિવસોમાં આ વિવાદ કયા વળાંક લે છે તેના પર સૌની નજર રહેશે.