મુંબઈ: જીવનની અત્યંત વ્યસ્ત દોડધામ વચ્ચે જો કોઈ પણ સ્થળ શાંતિની થોડી ક્ષણો પણ વીતાવવામાં આવે તો સ્વાભાવિક રીતે જ તેનું મહત્વ વધી જાય છે. મુંબઈની એક કોલેજના પરિસરમાં 120 વર્ષ જૂનું વડનું ઝાડ આવેલું છે.આ વૃક્ષ ફક્ત હરિયાળી અને છાંયડો જ નથી આપતું પણ અહીંયા ભણતા હજારો વિદ્યાર્થીઓ માટે એક રક્ષક, પ્રેરણા અને આત્મવિશ્વાસના પ્રતીક બન્યા છે.
મુંબઈના દક્ષિણ વિસ્તારમાં આવેલી સર જે જે કોલેજ ઓફ આર્કિટેક્ચરના પરિસરમાં હાજર આ વિશાળ વડનું વૃક્ષ છેલ્લા 120 વર્ષથી આ કોલેજની ઓળખ બન્યું છે. અહિયાંથી ભણીને નીકળેલા કેટલાય આર્કિટેક્ટ, એન્જિનિયર અને વૈજ્ઞાનિક આ વૃક્ષની છાયા નીચે જીવનની યાદો વિતાવી ચુક્યા છે. આજે પણ આ વૃક્ષ નવી પેઢીના વિદ્યાર્થીઓને તે જ પોતાનાપણું અને શાંતિ આપે છે.
વડીલના આશીર્વાદ સમાન છે આશરો
આ કોલેજના વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ જયારે પણ તે લોકો તણાવ, ડર કે આત્મવિશ્વાસની કમી અનુભવી રહ્યા હોય ત્યારે તેઓ આ વડ નીચે થોડો સમય પસાર કરવા માટે આવે છે. તેમને એવું લાગે છે કે જેમ કોઈ મોટા વડીલનો આશીર્વાદ અને સુરક્ષા તેમની સાથે હોય, આ જ કારણ છે કે વિદ્યાર્થીઓ માટે આ વૃક્ષ ફક્ત એક પ્રાકૃતિક ધરોહર નથી, પરંતુ ભાવનાત્મક સાથ બની ગયો છે.
125 મીટર ઊંચાઈ 85 મીટર પહોળાઈ
લગભગ 120 વર્ષ જૂના આ વડ વૃક્ષની ઉંચાઈ આશરે 125 મીટર અને પહોળાઈ લગભગ 85 મીટર જેટલી ધરાવે છે. વડની ડાળીઓ અને ફેલાયેલા મૂળ સમગ્ર પરિસરને ઠંડક અને હરિયાળીથી ભરી દે છે. કોલેજના આચાર્ય પણ રોજના થોડો સમય આ વૃક્ષની નીચે પસાર કરે છે. અહીં બેસીને તેમને માનસિક શાંતિ મળે છે. તેમણે આ વડની અમુક દુર્લભ તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જે પ્રકૃતિની સુંદરતાનો નિર્દેશ પણ કરે છે.
કુદરત અને સંસ્કૃતિનું અનમોલ પ્રતીક
ભારતમાં વડના વૃક્ષને ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે મહત્વનું માનવામાં આવે છે. આ વૃક્ષને લાંબા આયુષ્ય, સમૃદ્ધિ અને સંરક્ષણનું પ્રતીક માનવામાં આવે છે. સર જે. જે. કોલેજનું આ 120 વર્ષ જૂનું વડનું વૃક્ષ આવનારી પેઢીઓ માટે પ્રેરણા, પોતાનાપણું અને પ્રકૃતિ સાથેના સુપરકનેક્શનનો પણ લોકોને મેસેજ આપતું રહેશે. શું કહેવું છે છે ને કુદરતની લીલા. આવી સ્ટોરી વાંચવા માટે કનેક્ટ કરો.