Tue Aug 25 2026

Logo

મમતાએ ઘરની બહાર હોહા કરનારને લાફો ઝીંકી દીધો, બીજાં બેને પણ ફટકાર્યા..........

2026-07-09 09:03:00
Author: Mayur Patel
મમતાએ ઘરની બહાર હોહા કરનારને લાફો ઝીંકી દીધો, બીજાં બેને પણ ફટકાર્યા..........

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ ઘરની બહાર હોહા કરનારને લાફો ઝીંકી દીધો હતો. ઉપરાંત બીજા બેને પણ ફટકાર્યા હતા.

શું છે મામલો

મમતા બેનર્જીના નેતૃત્વમાં કાઢવામાં આવેલી વિરોધ રેલી દરમિયાન ઈંડા ફેંકવામાં આવ્યા હતા અને રેલીમાં ચોર-ચોરના નારા લગાવવામાં આવ્યા હતા. આ દરમિયાન મમતા બેનર્જીને ગુસ્સો આવ્યો હતો અને ઘરની બહાર હોહા કરનારને લાફો ઝીંકી દીધો હતો. ઉપરાંત બીજા બેને પણ ફટકાર્યા હતા.

બારુઈપુરમાં 11 વર્ષની બાળકી પર રેપ અને હત્યાના વિરોધમાં તૃણમુલ કોંગ્રેસે રેલી યોજી હતી. રેલીમાં સામેલ થવા મમતા બેનર્જી કાલીઘાટ સ્થિતિ તેના નિવાસ સ્થાનેથી બહાર નીકળ્યા ત્યારે ભીડ હતી. તેણે ભીડને નિયંત્રિત કરવાની કોશિશ કરી હતી પરંતુ હંગામો વધી જતાં હોહા કરનારને લાફો ઝીંકી દીધો હતો.

 રેલી દરમિયાન ભાજપ અને ટીએમસીની યુવા શાખાના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ હતી. જે બાદ સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. મમતા બેનર્જીની આગેવાની હેઠળના તૃણમૂલ કોંગ્રેસે બારુઈપુરની ઘટનાના વિરોધમાં રેલી કાઢવાનું આહ્વાન કર્યું હતું. કોલકાતા હાઈકોર્ટના આદેશ બાદ આ માર્ચ બાલીગંજ આઉટપોસ્ટથી દક્ષિણ કોલકાતામાં હાજરા ક્રોસિંગ તરફ શરૂ થઈ હતી. જોકે, રેલી આગળ વધતાં જ તણાવ વધી ગયો હતો. રેલી દરમિયાન 'ચોર-ચોર'ના નારા લગાવવામાં આવ્યા હતા અને ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સામાન્ય ઝપાઝપી થઈ હતી. તૃણમૂલ કોંગ્રેસે  તેમના કાર્યકરો સાથે મારપીટ કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.