Sun Aug 30 2026

Logo

પશ્ચિમ એશિયામાં તણાવ વધતા ભારત એલર્ટ; વિદેશ મંત્રાલયે આપ્યું સત્તાવાર નિવેદન, જાણો શું કહ્યું...

2026-07-09 10:22:00
Author: Vimal Prajapati
પશ્ચિમ એશિયામાં તણાવ વધતા ભારત એલર્ટ; વિદેશ મંત્રાલયે આપ્યું સત્તાવાર નિવેદન, જાણો શું કહ્યું...

નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયામાં સ્થિતિ વધારે વિકટ થઈ રહી છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગોથી પસાર થતા કોમર્શિયલ જહાજ પર થયેલા હુમલાઓના કારણે અત્યારે ભારત ચિંતિત છે. ભારત સરકારનું કહેવું છે કે, અત્યારે આ વિવાદના કારણે ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતા પર સંકટ છે. જેના કારણે વૈશ્વિક વેપારને મોટા પ્રમાણમાં અસર થઈ શકે છે. ચિંતાની વાત એ છે કે, આ સ્થિતિને કારણે વૈશ્વિક વેપાર સાથે સાથે ઉર્જાના પુરવઠા પર પણ ગંભીર અસર જોવા મળશે! જેના માટે ભારતે પહેલેથી જ તૈયાર રહેવું પડશે.

વિપક્ષોને સંયમ રાખવા સરકારની અપીલ 

જેથી ભારત સરકારે દરેક પક્ષોને શાંતિ રાખવા અને હાલાત વધારે ના બગડે તે માટે સંયમ રાખવા માટે અપીલ કરી છે. વિદેશ મંત્રાલય દ્વારા આ અંગે સત્તાવાર નિવેદન પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. વિદેશ મંત્રાયલેો કહ્યું કે, આંતરરાષ્ટ્રીય દરિયાઆઈ માર્ગેથી પસાપ થતા કોમર્શિયલ જહાજો પર હુમલાઓ થવાથી વૈશ્વિક દરિયાઈ વેપાર પ્રભાવિત થઈ શકે છે. આ સ્થિતિના કારણે ભારતે ચેતવણી આપી છે કે, જો તણાવ વધારે વિકટ થયો તો ઉર્જા પુરવઠા પર અસર થશે તેની અસર દુનિયાભરની અનેક અર્થ વ્યવસ્થાઓ પર પડશે, જેમાં ભારત પણ બાકાત નહીં તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

 

અત્યારે ભારતના દરેક પક્ષોએ પોતાના નિવેદનોમાં સંયમ રાખવા અને તણાવ ઓછો કરીને સામાન્ય લોકોની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે અપીલ કરવામાં આવી છે. સ્વાભાવિક છે કે, અત્યારે આવેગાત્મક નિવેદનો દેશ માટે સંકટ પેદા કરી શકે છે. જેથી આવા નિવેદનો આપવાનું ટાળવા માટે અપીલ કરવામાં આવી છે. આ વૈશ્વિસ સંઘર્ષની સૌથી વધારે અસર સામાન્ય લોકો પર થતી હોય છે, જેથી નાગરિકોની સુરક્ષાને પહેલા પ્રાધાન્ય આપવામાં આવે તેવી પણ અપીલ કરવામાં આવી છે. વિદેશ મંત્રાયલ દ્વારા આ મામલે સત્તાવાર નિવેદન એક્સ પર પોસ્ટ કર્યું છે.