ટિહરી ગઢવાલઃ ઉત્તર ભારતમાં અત્યારે ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે અનેક જગ્યાએ લોકો પરેશાન થઈ રહ્યાં છે. ખાસ કરીને પહાડી વિસ્તારમાં અસર વધારે થઈ રહી છે. ઉત્તરાખંડમાં ટિહરી ગઢવાલ વિસ્તારમાં આવેલા નેશનલ હાઈવે 707એ પર સ્થિત કદદુખાલમાં એક મકાન ધ્વસ્ત થયું છે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ મકાન ભૂસ્ખલનના કારણે ધરાશાયી થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી નથી!
તંત્રના સતર્કતાના કારણે જાનહાનિ ટળી
વિગતે વાત કરવામાં આવે તો, આ ઘટના પહેલા જ તંત્ર દ્વારા આ વિસ્તારમાં બે રેસ્ટોરેન્ટ અને મજૂરોની ઝૂંપડીઓ ખાલી કરાવી દેવામાં આવી હતી. જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. સ્થાનિકોનું કહેવું છે કે, એક વ્યક્તિએ હોટેલ માટે ખોદકામ કરાવ્યું હતું, જના કારણે આ મકાન ધરાશાયી થઈ થયું છે. જેથી તંત્ર દ્વાર સ્થળ તપાસ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા લોકોની સુરક્ષા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે, આ સાથે લોકોને ખાસ સાવચેત રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે.
જોતજોતામાં આખું મકાન ધ્વસ્ત..
— MG Vimal ✍️ - વિમલ પ્રજાપતિ (@mgvimal_12) July 9, 2026
ઉત્તરાખંડના ટિહરી ગઢવાલ વિસ્તારમાં ભારે વરસાદના કારણે ભારે નુકસાન, ઘર ધરાશાયી થયું તે ઘટનાનો ભયાનક વીડિયો #uttarakhand #Housecollapses #landslidepic.twitter.com/HJSsRSBZnj
જળાશયના પાણીના સ્તરની અપડેટ આપવા આદેશ
ઉત્તરખંડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને પુનર્વસન સચિવ વિનોદ કુમાર સુમનએ રાજ્યના તમામ મુખ્ય બંધો અને બેરેજને ઉત્તરાખંડ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (USDMA) સાથે દરરોજ સવારે 8 વાગ્યે અને રાત્રે 8 વાગ્યે જળાશયના પાણીના સ્તર, ઇનફ્લો, આઉટફ્લો અને ડિસ્ચાર્જ અંગે અપડેટ કરેલી માહિતી ફરજિયાતપણે શેર કરવાનો નિર્દેશ આપ્યો હતો. ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક દરમિયાન, સંબંધિત વિભાગો અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સના અધિકારીઓને ચોમાસાની ઋતુ માટે સંકલન અને દેખરેખ પ્રણાલીઓને વધુ મજબૂત બનાવવા સૂચના આપવામાં આવી હતી.